ઝોન કક્ષાના પ્રદર્શનમાં ગણદેવી તાલુકાની ઉંડાચ વાણિયા ફળિયા શાળાની પ્રથમ સિદ્ધિ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ દ્વારા આયોજિત ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૫માં પ્રાથમિક વિભાગના આરોગ્ય, સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વિભાગ હેઠળ “River Cleaning Boat” કૃતિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. ઉંડાય વાણિયા ફળિયા પ્રાથમિક શાળા (તા. ગણદેવી, જી. નવસારી)ના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ કૃતિ હવે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ સહિત હોદ્દેદારો અને ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ અને મહામંત્રીશ્રી સતિષભાઈ આહીર સહિત હોદ્દેદારોએ અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી.



