મોટાપોંઢામાં યોજાયેલી પોલીટેકનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંચમહાલ ચેમ્પિયન
ગુજરાત રાજ્યની વિવિધ સરકારી પોલીટેકનિક કોલેજો વચ્ચે તા. ૨૭ અને ૨૮ ડિસેમ્બર દરમિયાન મોટાપોંઢા ખાતે આવેલ આર.કે. ગ્રાઉન્ડ તથા યશ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૦મી સિઝનની આંતરપોલીટેકનિક ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૧૨ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સરકારી પોલીટેકનિક વલસાડ અને સરકારી પોલીટેકનિક પંચમહાલ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉત્તમ રમત પ્રદર્શન સાથે પંચમહાલની ટીમે વિજય હાંસલ કર્યો હતો, જ્યારે વલસાડની ટીમ રનર-અપ રહી હતી.
આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન ડૉ. એસ.એસ. ગાંધી કોલેજ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ આયોજન બદલ તમામ ખેલાડીઓ અને ટીમ પ્રતિનિધિઓએ આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.



