Narmada news : નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટસીટી - ૨ ખાતે ૬૪૦ જેટલા તાલીમી IAS-IPS અધિકારીઓ ૪ દિવસ રોકાણ કરશે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવશ્રી સંજય જાજુએ તાલીમી ઓફિસરોને વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું
લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન- દેહરાદૂનમાં અભ્યાસ કરી ચુકેલા ૬૪૦ નવા આઈ.એ.એસ અને આઈ. પી.એસ ઓફીસરોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૩૦મી ઓક્ટોબરે આરંભ 6.0 કાર્યક્રમમાં સંબોધન કરશે
રાજપીપલા, સોમવાર :- લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન દેહરાદૂન(લબાસના)માં અભ્યાસ કરી ચુકેલા ૬૪૦ જેટલા નવા આઈ.એ.એસ અને આઈ. પી.એસ ઓફીસરના આરંભ 6.0 નો નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટસીટી- ૨ ખાતે પ્રારંભ થઇ ચુક્યો છે.
આ આરંભ 6.0 અભ્યાસનો વિષય "રોડમેપ ઓફ આત્મનિર્ભર ભારત" છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય દિલ્હીના સચિવશ્રી સંજય જાજુએ તા.૨૮ મી ઓક્ટોબર - ૨૦૨૪ ના રોજ કુલ ૬૪૦ જેટલા ટ્રેઈન ઓફિસર્સને માર્ગદર્શન પુરૂ પડ્યું હતું.
સચિવશ્રી સંજય જાજુએ એક સંવાદમાં જણાવ્યું કે, ૯૯માં ફાઉડેશન કોર્ષની સાથે આત્મનિર્ભર ભારત અને નવ નિયુક્ત ટ્રેઈની ઓફિસર સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં થયેલી પ્રગતિ અંગે ચર્ચા, આત્મનિર્ભર ભારતના કાર્યક્ષેત્રમાં એન્ટરપ્રાઈઝનો શું રોલ છે. એમાં આગળ વધી દેશની પ્રગતિ કેવી રીતે કરી શકાય તેની વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. દેશની પ્રગતિ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સહકાર મળી રહે તેવો પણ અનુરોધ કર્યો હતો.
આ તાલીમમાં કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ વર્ષમાં કરેલા કર્યો વિશે, એમ.એસ.એમ.ઇ સેક્ટરમાં કેવી રીતે કામગીરી કરવી, આત્મનિર્ભર ભારત અને જ્યાં પોસ્ટીંગ મળે તે જગ્યા પર કેવી રીતે કામગીરી કરવી તેના વિશે સંજય જાજુએ નવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.
નર્મદા જિલ્લાના એકતાનગરના ટેન્ટસિટી-૨ ખાતે તમામ ટ્રેઈન ઓફિસર્સની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવ નિયુક્ત અધિકારીશ્રીઓને અલગ અલગ સેક્ટરના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવમાં આવનાર છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્વે તા. ૩૦મી ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આરંભ 6.0 કાર્યક્રમના માધ્યમથી ૬૪૦ ટ્રેઈની ઓફિસર્સને સંબોધન કરશે. આ ઓફિસર્સ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ સહભાગી બનશે.
#CollectorNarmada #GujaratInformation #JillaPanchayatNarmada