Dahod: દાહોદ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ લોકાર્પણ કર્યું.

SB KHERGAM
0

   Dahod: દાહોદ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ લોકાર્પણ કર્યું.


દાહોદ:- રાજ્ય સરકાર દ્વારા દાહોદ જિલ્લાને ફાળવવામાં આવેલ ૧૦૮ એમ્બ્યુલન્સને જિલ્લા સેવા સદન  ખાતેથી જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ દાહોદ જિલ્લાને ફાળવેલ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

આઇ.સી.યુ. ઓન વ્હિલ્સ દાહોદ જિલ્લા માટે ફાળવવામાં આવી છે. જેથી કરીને દર્દીઓની સવલતમાં વધારો થશે. દર્દીઓની સારવાર તેમજ આરોગ્ય લક્ષી સેવા પુરી પાડવા માટેના ઉદ્દાત ભાવથી ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લા માટે એક આઇ.સી.યુ. ઓન વ્હિલ્સ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

વેન્ટિલેટર, મોનિટર, ઓક્સિમીટર, ઓક્સીજન ફ્લોમીટર, તમામ વાઈટલ કિટ અને મેડિસિન, એર-વે મેનેજમેન્ટ, સેન્સર કેમેરા, ચાર પ્રકારના સ્ટ્રેચર જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ આઇ.સી.યુ. વ્હિલ્સ અને એવી જ અદ્યતન સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી હતી. 


કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવત સહિત અન્ય ડો. શ્રીઓ, ૧૦૮ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

૦૦૦

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top