Navsari news: નવસારી ભક્તાશ્રમ શાળા ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન થયું.

SB KHERGAM
0

 Navsari news: નવસારી ભક્તાશ્રમ શાળા ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન થયું.

નવસારી જિલ્લાના કુલ ૫૫૦ જેટલા સ્પર્ધકોએ ઉમળકાભેર સ્પર્ધામાં ભાગ લીધો 

*

( નવસારી: મંગળવાર) કમિશનર  યુવા  સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર  તથા નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સયુંકત ઉપક્રમે ભક્તાશ્રમ શાળાના ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા,બાળનાટ્ય અને નૃત્ય નાટિકા તથા રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્પર્ધાની પ્રારંભમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોડીયાએ બાળ પ્રતિભાને નિખારવા આ પ્રકારની સ્પર્ધાની અગત્યતા સમજાવી ઉપસ્થિત મહેમાનો, નિર્ણાયકશ્રીઓ, માર્ગદર્શક શિક્ષકો તથા સ્પર્ધકોને આવકાર્યા હતા. મુખ્ય વક્તા ડૉ. ધર્મેશ કાપડિયા એ જણાવ્યું હતું કે, શિક્ષણનું ધ્યેય સંવેદનશીલ વ્યક્તિત્વનાં ઘડતરનું છે. સાહિત્ય, સંગીત, નૃત્ય નાટ્ય જેવી કલા દ્વારા બાળકમાં સંવેદના લાગણીનું સીંચન કરી શકાય છે. આ પ્રકારની સ્પર્ધા બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશ પટેલે સૌ સ્પર્ધકોને શુભેચ્છા આપી હતી અને ખેલદિલીથી સ્પર્ધાનું ભાગ લેવા પ્રેરિત કર્યા હતા. 

આ બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં સમગ્ર નવસારી જિલ્લામાંથી રાસ-ગરબા, સમૂહગીત, ભજન, લોકગીત, લગ્નગીત, વકતૃત્વ, નિબંધ, બાળનાટ્ય, લોકનૃત્ય, ચિત્ર, સર્જનાત્મક વગેરે સ્પર્ધાઓ પૈકી કુલ ૫૫૦ જેટલા સ્પર્ધકોએ ઉમળકાભેર ભાગ લઇ સ્પર્ધાને વધાવી હતી. વિજેતાઓ પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top