Navsari news: નવસારી જિલ્લામાં યોજનાર સેવા સેતુ કાર્યક્રમ સંદર્ભે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને બેઠક યોજાઈ.

SB KHERGAM
0

 Navsari news: નવસારી જિલ્લામાં યોજનાર સેવા સેતુ કાર્યક્રમ સંદર્ભે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને બેઠક યોજાઈ.

તા ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધાઓ એક જ સ્થળે સુલભ થશે

રાજય સરકાર દ્વારા દસમાં તબક્કાના સેવાસેતુનું સુદ્રઢ આયોજન

( નવસારી:મંગળવાર) રાજયના મુખ્યમંત્રીશ્રી એ જ્યાં માનવી ત્યાં સુવિધાનું પ્રેરણા સૂત્ર આપ્યું છે તેને સાકાર કરવા અને લોકો કચેરીઓમાં આવે તેના બદલે વહીવટી તંત્ર, સેવાઓ અને યોજનાઓને લોકો સુધી લઈ જઈને લાભ આપવાના અભિગમ સાથે નવસારી શહેર-જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમના દસમાં તબક્કાનું આયોજન  કરવામાં આવ્યું છે. જે અન્વયે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તા ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ  યોજવાનું રાજય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. આ સંદર્ભે નવસારી જિલ્લામાં આયોજન થનાર સેવા સેતુ કાર્યક્રમ માટે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતા  હેઠળ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. 

         કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ બેઠકમાં તમામા અધિકારીશ્રીઓને કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શન તથા જિલ્લામાં યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને લાભ લઈ શકે તે બાબતે જરૂરી સૂચનો કર્યા હતા . બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા , નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી , નવસારી પ્રાંત અધિકારીશ્રી જનમ  ઠાકોર તથા અન્ય પ્રાંત અધિકારીશ્રીઓ   તથા જિલ્લાના અન્ય અધિકારીશ્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top