પોરબંદર: પોરબંદરમાં શાળાકીય રમતોત્સવના આયોજન અંગેની બેઠક ૨૦૨૪ યોજાઈ

SB KHERGAM
1 minute read
0

 પોરબંદર: પોરબંદરમાં શાળાકીય રમતોત્સવના આયોજન અંગેની બેઠક ૨૦૨૪ યોજાઈ

દર વર્ષની જેમ ચાલુ વર્ષે જિલ્લામાં શાળાકીય અં.૧૪,૧૭,૧૯ સ્પર્ધા-૨૦૨૪ના  આયોજન અંગે સમીક્ષા કરાઇ 

પોરબંદર, તા. ૧૫ :

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત તેમજ જિલ્લા રમત ગમત અધિકારી, પોરબંદર દ્વારા સંચાલિત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જિલ્લામાં શાળાકીય અં.૧૪,૧૭,૧૯ સ્પર્ધા-૨૦૨૪નું આયોજન થનાર છે. જે અંતર્ગત તાજેતરમાં “ગાંધી સ્મૃતિ ભવન, ચોપાટી પાસે, પોરબંદર ખાતે આયોજન સંચાલન મીટીંગનું આયોજન થયુ હતું. જેમાં આદર્શ નિવાસી કુમાર શાળાના આચાર્યશ્રી રાવત, જિલ્લા રમત ગમત અધિકારી, પોરબંદર ડૉ. પ્રવિણાબેન પાંડાવદરા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ડૉ.મનીષકુમાર જીલડીયા, આચાર્ય સંઘના અધ્યક્ષશ્રી, જેતાભાઈ ઓડેદરા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરા, માધ્યમિક અને ઉચ્ચતર માધમિક શાળા આચાર્ય સંઘના પ્રમુખશ્રી લાખાણશીભાઈ ઓડેદરા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રામભાઈ સિંધલ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંધના પ્રમુખશ્રી, વ્યાયામ મંડળના હોદ્દેદારોમાં નિર્મલાબેન મહેશ્વરી, સચીનભાઈ એરડા, આર.આર.કોટડીયા, આર.કે.બાલસ, શાંતીબેન ભૂતિયા પોરબંદર જિલ્લાની અલગ અલગ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વ્યાયામ શિક્ષકશ્રીઓ, અલગ અલગ રમત મંડળનાં હોદ્દેદારો તેમજ જુદી જુદી રમતના કોચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


પોરબંદરમાં શાળાકીય રમતોત્સવના આયોજન અંગેની બેઠક -૨૦૨૪ યોજાઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે જિલ્લામાં શાળાકીય અં.૧૪,૧૭,૧૯...

Posted by Info Porbandar GoG on Wednesday, July 17, 2024

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top