ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના 2 વ્યક્તિઓ અવસાન પામનાર પરિવારને 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.
તારીખ:૧૭-૦૭-૨૦૨૪નાં દિને ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારોએ ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના અવસાન પામનાર વ્યક્તિઓનાં નિવાસ સ્થાને જઈ પરિવારજનોનાં દુઃખમાં સહભાગી બની સાંત્વના પાઠવી હતી. તેમજ તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ સ્વરૂપે સરકારશ્રીની યોજનામાંથી કુલ ₹8 લાખની સહાય મંજૂર કરાવીને પરિવારજનો પાસે તેમના નિવાસસ્થાને જઈ ચેક અર્પણ કર્યા. દુ:ખના આ સમયમાં પ્રભુ સમક્ષ પરિજનોને આ આઘાત સહન કરવાની શક્તિ માટે તથા મૃતકોના આત્માને શાંતિ અને મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે દિવાલ ધસી પડતા હળપતિ સમાજના 2 વ્યક્તિઓનું દુ:ખદ અવસાન થયું હતું. આ ઘટના અતિશય દુ:ખદ છે....
Posted by Naresh Patel on Wednesday, July 17, 2024