Gandhinagar news: હિટવેવ- ૨૦૨૪ અંગે પૂર્વ તૈયારી અંતર્ગત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શાળા સમય માટે પરીપત્ર બહાર પાડવામાં આવ્યો .

SB KHERGAM
0


Gandhinagar news: હિટવેવ- ૨૦૨૪ અંગે પૂર્વ તૈયારી અંતર્ગત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શાળા સમય માટે પરીપત્ર બહાર પાડવામાં આવ્યો.

 ક્રમાંક પ્રાશિનિ/છ-૨/સંકલન/૨૦૨૪/૭૧Y-502 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં-૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુ રા. ગાંધીનગર, તા. ૨૪/૦૪/૨૦૨૪

પ્રતિ,

- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ શાસનાધિકારીશ્રી, તમામ

વિષય:- હિટવેવ- ૨૦૨૪ અંગે પૂર્વ તૈયારી કરવા બાબત સંદર્ભઃ- રાહત કમિશનર અને સચિવની કચેરી, મહેસૂલ વિભાગ, ગાંધીનગરનો પત્ર ક્રમાંકઃ- SEOC/WS/68/2024 नं.०८/०४/२०२४

ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાહત કમિશનર અને સચિવની કચેરી, મહેસૂલ વિભાગ, ગાંધીનગરના તા.૦૮/૦૪/૨૦૨૪ ના પત્ર અન્વયે હિટવેવ- ૨૦૨૪ અંગે પૂર્વ તૈયારી કરવા બાબતે જણાવેલ છે. સદર બાબતે આ સાથે સામેલ “ગુજરાત હિટવેવ એકશન પ્લાન- ૨૦૨૪" મુજબ કાર્યવાહી હાથ ધરવા તથા ખાસ હિટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોઇ ખાસ તકેદારીના પગલાં લેવા જણાવેલ છે. સંદર્ભીત પત્રના મુદ્દા નં. ૭ (શિક્ષણ વિભાગ) અન્વયે નીચે મુજબ ખાસ તકેદારીના પગલાં લેવા જણાવવામાં આવે છે. નીચે મુજબની સૂચનાઓનો રાજયની પ્રાથમિક શાળાઓમાં અમલ કરવાનો રહેશે.

(१) તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હિટવેવ, તેનાથી અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવી

(२) ઉનાળા દરમ્યાન કોઇ ઓપન-એર વર્ગો હાથ ધરવાના રહેશે નહીં.

(3) ગરમીની સીઝનમાં શાળાનો સમય (સવારે ૭.૦૦ થી ૧૧.૦૦ સુધી) રાખવો.

ઉકત સંદર્ભીત પત્રને ધ્યાને લઇ “ગુજરાત હિટવેવ એકશન પ્લાન- ૨૦૨૪" માં જણાવેલ માર્ગદર્શક સૂચનાઓ મુજબ અમલવારી હાથ ધરવા બાબતે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top