Dang news: આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા “નારી શક્તિ ફિટનેશ રન સ્પર્ધા” નું આયોજન કરાયુ.

SB KHERGAM
0

 

Dang : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા “નારી શક્તિ ફિટનેશ રન સ્પર્ધા” નું આયોજન કરાયુ.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આહવા, સુબીર અને વઘઈ તાલુકાઓમાં “નારી શક્તિ ફિટનેશ રન સ્પર્ધા”નું આયોજન  કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓમાં નિયમિત શારીરિક પ્રવૃત્તિમાં ભાગીદારી વધારવી, તંદુરસ્તી દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાનો સંદેશ ફેલાવવાનો હતો. જેનાથી મહિલાઓના સ્વાસ્થ, આત્મવિશ્વાસ અને સર્વાંગી સુખાકારીમાં સુધારો થાય તે હેતુસર આ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

ડાંગ જિલ્લાના યુવા અધિકારી શ્રી અનુપ ઇગોલેના માર્ગદર્શન હેઠળ ચિંચલી, આમસરપાડા અને ચીકટીયા ગામે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.    

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top