Navsari: નવસારીનાં નવનિયુક્ત કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમે ચાર્જ સંભાળ્યો.

SB KHERGAM
0

Navsari: નવસારીનાં નવનિયુક્ત કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમે ચાર્જ સંભાળ્યો.

 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત રાજ્યમાં જિલ્લાના કલેકટરોની બદલીઓ કરવામાં આવી. જેમાં નવસારી કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવની પણ બદલી ખેડા જિલ્લામાં કરવામાં આવી હતી તેમના સ્થાને નવસારીના પાડોશી વલસાડ જિલ્લાના કલેક્ટર ક્ષિપ્રા એસ. આગ્રેને નવસારી કલેકટરની જવાબદારી સોંપવામાં આવી છે જે અંતર્ગત આજે તારીખ ૦૧-૦૨-૨૦૨૪નાં દિને બપોરે કલેકટર દ્વારા વિધિવત રીતે પોતાના કચેરી ખાતે પહોંચી ચાર્જ સંભાળ્યો છે.

નવસારીનાં નવનિયુક્ત કલેકટર ક્ષિપ્રા એસ. આગ્રેએ આજ રોજથી નવસારી જિલ્લાનો કાર્યભાર સંભાળી લીધો છે. અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેકટરને મળીને શુભેચ્છા પાઠવી હતી અને નવસારી જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા. આ અગાઉ, તેઓશ્રી વલસાડ જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યાં પણ તેમણે શ્રેષ્ઠ કક્ષાની કામગીરીથી લોકચાહના મેળવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top