Navsari (vansda) ૭૫માં પ્રજાસતાક પર્વનાં અવસરે આરોગ્ય સેવામાં ફરજ બજાવતાં કર્મચારીઓનું સન્માન.

SB KHERGAM
0

 

Navsari (vansda)  ૭૫માં પ્રજાસતાક પર્વનાં અવસરે આરોગ્ય સેવામાં ફરજ બજાવતાં કર્મચારીઓનું સન્માન.

 વાંસદામાં  જિલ્લા કક્ષાનાં ૭૫માં પ્રજાસતાક દિન કાર્યક્રમ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં વિવિધ ડિપાર્ટમેન્ટના ટેબ્લૉનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઈ. ઍમ.આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ તરફથી ૧૦૮ ઍમ્બ્યુલન્સ, ખિલખિલાટ ઍમ્બ્યુલન્સ, ધન્વંતરિ આરોગ્યરથ, કરુણા ઍનિમલ ઍમ્બ્યુલન્સ, ૧૮૧ મહિલા અભયમ વાનનું પણ ટેબ્લૉમાં પ્રદર્શન કરાયું હતું. આ પ્રસંગે મંત્રી/કલેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 

જેમાં ઈમરજન્સીની ઘટનાઓમાં ગોલ્ડન કલાકો થી આગળ વધીને પ્લેટિનમ મિનિટમાં લોકોના જીવ બચાવતી ૧૦૮ ઍમ્બ્યુલન્સના કર્મચારીઓનું પણ ઍવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે શ્રેષ્ઠ કામગીરી બદલ ૧૦૮ સેવાના મરોલી પાઇલોટ તુષાર પટેલ ઇ.ઍમ.ટી. કુલદીપ રહેવર અને વાંસદા ખિલખિલાટના કેપ્ટન ઉમેશ મહાલાને સન્માનિત કરાયા હતા તેમજ ધન્વંતરિ આરોગ્ય રથ પ્રોજેકટમાંથી હિરલ પટેલ, કરુણા ઍનિમલ ઍમ્બ્યુલન્સમાંથી ફુશ્વ ઉર્વી મોદી અને ફુશ્વ ભાવિકા પટેલને કલેકટર અમિત પ્રકાશ યાદવ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઍવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. 

આ અવસરે ૧૦૮ સેવા તરફથી પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર તથા ઇમરજન્સી મેનેજમેન્ટ ઍક્ઝીક્યુટીવ મૃગેશ ચૌધરી, ઍમ. ઍચ. યુ પ્રોજેકટ કૉ-ઓર્ડીનેટર નિમેષ પટેલ, ૧૯૬૨ પ્રોજેકટ  કૉ-ઓર્ડીનેટર નિરવ પ્રજાપતિ, હાજર રહ્ના હતા અને તમામ ઍવૉર્ડ મેળવનારાઓનું ઉત્સાહ વધાર્યો હતો

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top