Vansda(Pipalkhed) : પીપલખેડ પ્રાથમિક શાળા દ્વારા દેશભક્તિ ગીતો સાથે પ્રભાત ફેરી સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી.

SB KHERGAM
0

 Vansda(Pipalkhed) : પીપલખેડ પ્રાથમિક શાળા દ્વારા દેશભક્તિ ગીતો સાથે પ્રભાત ફેરી સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકા પીપલખેડ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી. સવારે ૭:૧૫ કલાકે દેશ ભક્તિના ગીતો સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવી. ત્યાર બાદ સવારે ૮:૩૦ કલાકે ગામમાં વધુ ભણેલી દીકરી દિવ્યાંગીની ગાંવિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. દિવ્યાંગીની ગાંવિતે જણાવ્યું કે ભારતના બંધારણમાં આપેલા હક્કોના લીધે જ આપનો સમાજ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યો છે. ઉપસ્થિતિ વાલીઓને દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો અને કહ્યું કે ભણેલી દીકરી બે પેઢી તારે. ત્યાર બાદ શાળાના બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, ગૃપ ડાન્સ, અભિનય ગીત, વકતૃત્વ વગેરે સુંદર કૃતિઓ રજૂ કરી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્યા નીરૂબેને સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાના ઉ.શિ. જીનલબેને સંચાલન કર્યું હતું. ઉ.શિ. ધર્મિષ્ઠાબેને આભાર વિધિ કરી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top