ડાંગ, બીલીઆંબા, જામન્યામાળ ગામે વિનામુલ્યે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો.

SB KHERGAM
0

  

ડાંગ, બીલીઆંબા, જામન્યામાળ ગામે વિનામુલ્યે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો.

તારીખ :૨૫-૧૧-૨૦૨૩ થી ૨૭-૧૧-૨૦૨૩ દરમ્યાન ડાંગ, બીલીઆંબા, જામન્યામાળ ગામે વિનામુલ્યે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો હતો. 

આ પોસ્ટ મૂકવાનો હેતુ એક જ છે કે સરકારી શાળાનાં બાળકોમાં પણ ટેલેન્ટ પડયું છે. જે  આવા વર્કશોપ દ્વારા બહાર આવતું હોય છે.  જે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રો પરથી જોઈ શકાય છે.  આ બાળકો દ્વારા તૈયાર કરેલ ચિત્રો જોઇને પોસ્ટ શેર કરવા મનને રોકી શકાયું નહીં.

વારલી ચિત્રકળા સંવર્ધન ગ્રુપ અને ચિત્ર શિક્ષક મહામંડળ, ગુજરાત રાજ્ય તથા DOMS LTD., ઉમરગામ કંપનીનાં સૌજન્યથી, ડાંગ જિલ્લાના બીલીઆંબા અને જામન્યામાળ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ૫૦ થી વધુ યુવા વિદ્યાર્થીઓ માટે વારલી ચિત્રકળાના વિનામૂલ્યે વર્કશોપનુ આયોજન કરાયુ હતુ.

વર્કશોપનો મુખ્ય હેતુ વારલી ચિત્રકળાના વિચાર વિસ્તાર તથા યુવાઓમાં રહેલી સુષુપ્ત શક્તિની ખીલવણી કરી તેને પ્રોત્સાહન પુરુ પાડવુ, તથા ભવિષ્યમાં તેઓ વારલી ચિત્રકળા ક્ષેત્રે વ્યવસાયિક કૌશલ્ય કેળવી આર્થિક રીતે પગભેર થાય તે માટેનો હતો.

વર્કશોપની શરુઆતમાં તજજ્ઞશ્રી યોગેશભાઈ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને વારલી ચિત્રકળાનાં ઈતિહાસ, તેની પધ્ધતિ તથા લાક્ષણિકતાની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. તેમજ તજજ્ઞ મહેશભાઈ ચૌધરી દ્વારા માનવ આકૃતિઓની વિવિધ લાક્ષણિક મુદ્રાઓનું પાયાગત આકારોનું રેખાંકન તથા તજજ્ઞ શ્રી અનિલભાઈ ચૌધરી દ્વારા પશુ, પક્ષી, ઘર અને વૃક્ષોના આકારોનું રેખાંકન શીખવવામાં આવ્યુ હતું.

વારલી ચિત્રની લાક્ષણિક્તાઓ અને કલર સ્કીમની માહિતી આપ્યા બાદ આદિવાસી કે ગ્રામ્ય જનજીવનનાં નાના-નાના પ્રસંગો, ક્રીયાઓ, ઉત્સવ, વારતહેવાર દ્રશ્યોને આવરી લેતાં ચિત્રોનું સર્જન કરાવી, અને તેમાં સફેદ રંગો દ્વારા સંપુર્ણ અને આકર્ષક વારલી ચિત્ર બનાવવાનું શીખવવામાં આવ્યુ હતું. તજજ્ઞશ્રીઓ દ્વારા વારલી ચિત્રની પાયાની સમજ અને પ્રાયોગિક કાર્ય દ્વારા વિદ્યાર્થીઓને વારલી ચિત્રકળા સંદર્ભે માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ હતું. DOMS LTD. કંપની ઉમરગામ દ્વારા હાજર તમામ વિધ્યાર્થીઓને ડ્રોઈંગ કીટ પણ આપવામા આવી હતી. 

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય પ્રમુખ વિપુલભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ પટેલ, સિનિયર આર્ટિસટ DOMS LTD. કંપની ઉમરગામ તેમજ વારલી ચિત્રનાં તજજ્ઞ તરીકે મહેશભાઈ ચૌધરી, વારલી આર્ટિસ્ટ, વેડછી (વાલોડ) જિ.તાપી, અનિલભાઈ ચૌધરી, ઉપ શિક્ષક, તડકેશ્વર કન્યા શાળા, તા. માંડવી જિ.સુરત, યોગેશભાઈ ચૌધરી, વ્યારા, જિ.તાપી, (વારલી ચિત્રકળા સંવર્ધન ગ્રુપ) વ્યારા- તાપી ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમની નોંધ પડકાર ન્યૂજ, ગુજરાત સમાચાર અને tv9 દ્વારા લેવામાં આવી હતી. જે પ્રેસનોંધ દ્વારા જોઈ શકાય છે.



શાળા, કોલેજનાં વિદ્યાર્થીઓ કે અન્ય કોઈપણ જાતિ ધર્મના ભેદભાવ વગર કોઈને પણ વારલી ચિત્રકલાના કૌશલ્ય વિકાસ તથા વ્યવસાયિક શિક્ષણ માટે નીચે આપેલ મોબાઇલ નંબરનો સંપર્ક કરવો.

શ્રી યોગશભાઈ ચૌધરી, વઘઈ, જિ.ડાંગ

9427864774

શ્રી મહેશભાઈ ચૌધરી, વ્યારા, જિ.તાપી

8758644792

શ્રી અનિલભાઈ ચૌધરી, તડકેશ્વર, જિ.સુરત

9904052609

શ્રી વિપુલભાઈ પટેલ, જિ.વલસાડ

9825280546

શ્રી જીતેન્દ્રભાઈ પરમાર, ચીખલી, જિ.નવસારી

9428244735

શ્રી અશોકભાઈ વસાવા, ડેડીયાપાડા, જિ.નવી

7698094651

શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, જિ.સુરત

8141336895

શ્રી કિશનભાઈ વાડુ, જિ. ડાંગ

9426771387

શ્રી હસમુખભાઈ ચૌધરી, જિ. તાપી

9427360023

શ્રી નિકુંજભાઈ ચૌધરી, દેવગઢ, જિ.સુરત

9727526984

શ્રી કમલેશભાઈ ટંડેલ, જિ.વલસાડ

9879443312

શ્રીમતી વૈશાલીબેન ચૌધરી, જિ.તાપી

9016446066

શ્રી જયેશભાઈ પટેલ, ઉમરગામ, જિ.વલસાડ

9687164145 

નોંધ : ઉપરના નામ અને મોબાઇલ નંબર સોશ્યલ મીડિયાના બેનર પરથી લેવામાં આવેલ છે. વ્યવસાયિક ધોરણે આ મોબાઇલ નબરો સોશિયલ મીડિયામાં જાહેરખબર માટે મૂકવામાં હોય જેનો જાહેરખબર માટે બ્લોગમાં મૂકવામાં આવ્યા છે.   બાકી કોઈ પણ વ્યક્તિની મોબાઇલ સહિતની ખાનગી માહિતી બ્લોગમાં શેર કરવામાં આવતી નથી.  


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top