ધરમપુરનાં ભેંસધરા ખાતે ૧ કિમી લાંબુ વારલી પેઇન્ટિંગ તૈયાર કરાયું.

SB KHERGAM
0

ધરમપુરનાં ભેંસધરા ખાતે ૧ કિમી લાંબુ વારલી પેઇન્ટિંગ તૈયાર કરાયું.

 આયોધ્યામાં શ્રીરામ મંદિરનું આગામી ૨૨મીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ત્યારે દેશભરના રામભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિનો છોળ ઉઠયા છે, ભગવાન શ્રી રામને પોતાની વારલી પેઇન્ટિંગના સથવારે એક અનોખી ભેટ આપવા ગુજરાતભરના વારલી પેઇન્ટિંગના કલાકારો અહીંયા ભેસધરા ગામે ભેગા થયા છે આ સાથે ૫૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પણ વારલી પેઇન્ટિંગ કરવા જોડાયા હતા. આ સાથે ધરમપુરથી આયોધ્યા કારસેવા કરનારા કારસેવકોને પણ આજે યાદ કરી એમને ભગવાન શ્રીરામનો મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.

Source: Instragram brijeshvalsadi

એક કિલોમીટ જેટલા લાંબા કાપડ ઉપર રામાયણના મુખ્ય પ્રસંગો, કારસેવાઓ, રથયાત્રા, ગોધરાકાંડથી લઈ છેક નરેન્દ્ર મોદી હાર રામમદિરનું કરવામાં આવેલું ભૂમિ પૂજન સહિતના પ્રસંગોને 'વારલી પેઇન્ટિંગ'ના સથવારે કંડારી આયોધ્યા ખાતે મોકલાશે.જેનો એક અનોરો રેકોર્ડ પણ બનશે વારલી પેઈટિંગની શરૂવાત આજે સવારે રવિવારે સવારે ૧૦ કલાકે ભેંસધરા ખાતે કરવામાં આવતા ધરમપુરના સ્થાનિક નાગરિકો અને તાલુકા વિસ્તારના યુવાનોએ મુલાકાત કરતાં નજરે પડ્યા હતાં. ધરમપુરના ભેંસદરા ખાતે ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા ભેંસદરા, શાળાના આચાર્ય વંદનાબેન સોલંકી, સુરતની એ સી સોની હાઉન્ડેશનના કર્તાહર્તા દિશા સોની અને અનિકેત સોની, વિશ્વ હિન્દુ પરિષદના જ્યોતિબેન સનીસરા અને આખી વીએચપીની ટીમ, ૨૯ જેટલી દક્ષિણ ગુજરાતની શાળાના લગભગ ૫૦૦૦ થી વધુ  વિદ્યાર્થીમિત્રો, કોલેજના યુવાનો, સુરતનું ૧૨૫ જેટલી સેવાભાવી બહેનોના ગ્રુપ સહિત ૫૫૦૦ જેટલા યુવાનોના હાથે બની રહેલા આ વારલી પેઇન્ટિંગના કાપડને આજે શાળા પરિસરમાં વિવિધ લાકડાઓના સથવારે બાંધવામાં આવ્યું હતું બાદ 'વારલી પેઇન્ટિંગ'ના કલાકારોએ આખા કાપડ ઉપર બોર્ડર લાઈનથી સંપૂર્ણ રામાયણના વિવિધ પ્રસંગો જેવા કે પ્રભુ શ્રીરામનો જન્મ, તડકા વધુ શ્રીરામનો રાજ્યાભિષેક, વીએચપી હારા થયેલા આંદોલનો, રથયાત્રા, કરસેવા, ગોધરાકાંડ, સુપ્રીમ કોર્ટનો રામમંદિરનો ચુકાદો, નરેન્દ્ર મોદી દ્વારા થયેલું ભૂમિ પૂજન સહિત અનેકવિધ પસંગોને 'વારલી પેઇન્ટિગ'ના સાથવારે કાળકોરોએ બોર્ડર લાઈન બનાવી દોર્યાં હતા બાદ ઉપસ્થિત ૫૦૦૦ થી વધુ વિધ્યાર્થીઓએ એ પેઈટિંગમાં કલરો પૂરી આખા પેઈટિંગને અનોખી રીતે તૈયારી કરી દીધું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા સુરત પોલીસ કમિશનર ખુદ આવ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલ પણ સાથે જોડાયા હતા. બનાવેલ એક કિલોમીટર લાંબા વારલી પેઇન્ટિંગનેત્યાંનાં સ્થાનિક સંગ્રહલયમાં સ્થાન મળે એવા પ્રયત્નો કરશે, આ વારલી પેઇન્ટિંગ તૈયાર થઈ ગયા બાદ સુરત ખાતે પણ એક દિવસ પ્રદર્શની યોજી લોકોને બતાવવામાં આવશે બાદ વડાપ્રધાન મોદીને મળી આ વારલી પેઇન્ટિંગને અયોધ્યા પહોંચાડવાની અલાયદી વ્યવથા કરી ત્યાં લગાડવામાં આવશે.

“વારલી પેઈન્ટિંગ” ના સથવારે રામાયણ પ્રસંગોને આવરી લેતું પહેલું આવું ચિત્ર સમગ્ર વિશ્વમાં પહેલી વાર બન્યું છે જેથી એ પણ એક વિશ્વરેકોર્ડ બન્યો હોવાનો દાવો ‘“વારલી પેઈન્ટિંગ” કરતાં કલાકારો કરી રહ્યા છે અને અહીંયા તમામ પ્રસંગોને કેલિગ્રાફીથી પ્રસંગોનું નામ આપવામાં આવશે. ધરમપુરથી આયોધ્યા કારસેવા કરનારા કારસેવકોને પણ આજે યાદ કરી એમને ભગવાન શ્રી રામનો મોમેન્ટો આપી સન્માન કરાયું હતું કેટલાક કારસેવકોતો ૭૦ કિલોમીટર પગપાળા ચાલી રામમદિર સુધી પહોંચ્યા હતા. 

Post credit: દમણ ગંગા ટાઈમ્સ 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top