ગણદેવીનાં ભાટ ગામે ગુજરાત માછી મહામંડળની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

SB KHERGAM
0


ગણદેવીનાં ભાટ ગામે ગુજરાત માછી મહામંડળની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

વોલીબોલ ટુર્નામેન્ટમાં ૫૧ ટીમોએ ભાગ લીધો લીધો હતો.

ગુજરાત માછી મહામંડળ આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટ–૨૦૨૪ ગણદેવી કાંઠા વિસ્તારના ભાટ ગામે પ્રાથમિક શાળા મેદાનમાં રવિવારે યોજવામાં આવી હતી. જેમાં સમાજની ૫૧ ટીમોએ ભાગ લીધો હતો.


આ વોલીબોલ ટુર્નામેન્ટ ધારાસભ્ય નરેશ પટેલ, સમારંભના પ્રમુખ સોમા ટંડેલ (ગુજટેક્ષ એન્જી.કંપની સચીન) અને ગુજરાત માછી મહામંડળના પ્રમુખ વસન ટંડેલના હસ્તે ખુલ્લી મુકાઈ હતી. નવસારી જિલ્લામાંથી ૩૧, સુરત જિલ્લામાંથી ૮, વડોદરા જિલ્લામાથી ૧ અને વલસાડ જિલ્લામાંથી ૧૧ મળી કુલ ૫૧ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધોહતો. ગુજરાત માછી મહામંડળ દ્વારા સૌનું શાબ્દિક, પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.તમામ ૫૧ ટીમો વચ્ચે ભારે રસાકસી બાદ ઈન ડાયરેકટ ટુર્નામેન્ટમાં ઓંજલ માછીવાડ અ નેડીએફસી ડુમ્મસ તથા ડાયરેકટ ટુર્નામેન્ટમાં મેંધર વોલીબોલ ટીમ અને નારગોલ ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ હતી.


જે બાદ ઈન ડાયરેકટ ટુર્નામેન્ટમાં ઓંજલ માછીવાડ અને ડાયરેકટ ટુર્નામેન્ટમાં મેંધર ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને પાંચ હજાર અને રનર્સ અપ ટીમને ૨૫૦૦ રોકડ ઇનામ સાથે ટ્રોફી એનાયત કરાઈ હતી.આ પ્રસંગે માજી મંત્રી કરશન પટેલ,મહામંત્રી ફરશુરામ ટંડેલ, વાસુ ટંડેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો.






Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top