સરકારી શાળાના શિક્ષકની દિકરીએ જાપાન ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ કોન્ટેસ્ટમાં સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો.

SB KHERGAM
0

 

સરકારી શાળાના શિક્ષકની દિકરીએ  જાપાન ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ  પેઇન્ટિંગ કોન્ટેસ્ટમાં સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો.

ભાવનગર જિલ્લાના કણકોટ ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીતેશભાઈ ભટ્ટની દીકરી તનુશ્રીએ જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ભાવનગરની જ્ઞાનગુરુ શાળામાં અભ્યાસ કરતી તનુશ્રી જીતેશભાઈ ભટ્ટ દ્વારા 4મી KAO ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ પેઇન્ટિંગ કોન્ટેસ્ટ જાપાન ખાતે ભાગ લીધો હતો. જેમાં 3,10,000 બાળકો પૈકી 35 ની અંદર તનુશ્રી ત્રીજા નંબરે સ્થાન પામી છે.

દરેક બાળકમાં રહેલી કલાને બહાર લાવવાનો પ્રયત્ન તેના ગુરુ અથવા તો માતા-પિતા દ્વારા થતો હોય છે. ભાવનગરની દીકરી તનુશ્રી કલા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બાજી મારી છે. સમગ્ર વિશ્વની યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ભારતના બે પૈકી એક તનુશ્રી છે.ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં 131 દેશના 3.10 લાખ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. ત્યારે 3.10 લાખ બાળ કલાકારો પૈકી માત્ર 35 લોકોની પસંદગી કરવાની હતી. ત્યારે ભારતમાંથી બે બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા. તેમાંથી તનુશ્રીના ચિત્રને પણ પસંદગી મળતા સમગ્ર ભારતના બે બાળકો પૈકી એક તનુશ્રી પણ શ્રેષ્ઠ રહી હતી. આમ તેને સર્ટિફિકેટ સાથે પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.

જાપાનમાં ઇકો ફ્રેન્ડ પ્રાઈઝ અંતર્ગત 14મી KAO ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ પેઇન્ટિંગ કોન્ટેસ્ટ યોજાઈ હતી. જેમાં ત્રણ લાખ દસ હજાર બાળકોએ પોતાની રીતે ચિત્રો બનાવ્યા હતા. ત્યારે તનુશ્રીએ પણ પોતાના મનમાં ઊભરેલા ચિત્રને બનાવ્યું હતું. તનુશ્રીએ જણાવ્યું હતું કે તેને 14 મી ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ સ્પર્ધામાં આજના સમયમાં પ્લાસ્ટિક નાબૂદી માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે પ્લાસ્ટિકના બદલે કાપડની થેલી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે દર્શાવતું એક ચિત્ર તેના માનસપટ ઉપર ઉભર્યું હતું. જેથી તેને કાગળ ઉપર તે પ્રકારના એક ચિત્રને કંડારી નાખ્યું હતું. આથી તેને પ્રાઇસ મળ્યું છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top