વલસાડના આંબેડકર ભવનમાં ‘ગુડ ટચ - બેડ ટચ’ અંગે જાગૃતિ શિબિર યોજાઈ.

SB KHERGAM
0

 


વલસાડના આંબેડકર ભવનમાં ‘ગુડ ટચ - બેડ ટચ’ અંગે જાગૃતિ શિબિર યોજાઈ.

--- ૨૩૦ લાભાર્થીઓને સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પણ સમજણ આપવામાં આવી .

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ ” યોજના અંતર્ગત  સાયબર સેફટી, સોશિયલ મીડિયાનો ઉપયોગ અને ‘ગુડ ટચ - બેડ ટચ’ અંગે જાગૃતિ શિબિરનું આયોજન વલસાડના ડો. આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. 

 આ શિબિરમાં વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી બી. જે. પોપટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની માહિતી આપી હતી. સાઇબર સિક્યુરિટી સેલના મહિલા પોલીસ ઇન્સ્પેકટર કે. કે. પરમારે સાઇબર સેફટી, સાઇબર ક્રાઇમ જેવા કે સાઇબર બુલિગ, ફાઇનાન્સીયલ ફ્રોડ, જોબ ફ્રોડ, હેકિંગ, ડિજિટલ યુગના ગેર ફાયદા અને વાયરસ હુમલા વિશે માહિતી આપી હતી. 


બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશન ઓફિસર ધારાબેન દ્વારા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ (પોકસો એકટ-૨૦૧૨)ની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઇ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની અલગ અલગ યોજનાઓ જેવી કે વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, “સખી” વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં કુલ ૨૩૦ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશ ગીરાસે દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. 




Source: માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૯ ડિસેમ્બર 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top