નવસારી ધમડાછાની દેસાઈ કે.કે. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

SB KHERGAM
0

નવસારી ધમડાછાની દેસાઈ કે.કે. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

 તારીખ ૭,૮ અને ૯ ડિસેમ્બર દરમ્યાન નવસારી ધમડાછાની દેસાઈ કે.કે. સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.જેમાં અવનવી ૬૦ જેટલી કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકો એ રંગ જમાવ્યો હતો.

વિજ્ઞાન મેળામાં ૬૦ કૃતિઓ પૈકી ૫-૫ કૃતિઓ વિજેતા બની હતી.જેમાં પ્રથમ સ્વાસ્થ્ય વિભાગમાં 'લિવિંગ વોટર મોડ ઈન હોમ'ની કૃતિ વારાણસી પ્રાથમિક શાળા  પ્રથમ ક્રમાંક, દ્વિતીય  'જીવન-પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી (Life-Lifestyle for environment)'  વિભાગમાં 'ગ્રીન હાઇડ્રોજન સોલર પેનલ' કૃતિ આટ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક, તૃતિય  કૃષિ ખેતી વિભાગમાં 'અ કોમ્પ્લીટ ફાર્મિગ' કૃતિ પ્રાથમિક વિદ્યામંદિર ભાટ પ્રથમ ક્રમાંક, ચતુર્થ  પ્રત્યાયન અને વાહનવ્યવહાર (Communication and Transport) વિભાગમાં  'યુઝ સ્માર્ટ વ્હિકલ એન્ડ સેફ યોર લાઈફ' કૃતિ આંબેડકર નગર પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક અને પાંચમા  'ગણનાત્મક ચિંતન-કોમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા (Computational Thinking)' વિભાગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની ચાવી (MAT GEETA) કૃતિ છાપરા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. 

જ્યારે માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્વાસ્થ્ય વિભાગમાં 'ભેળસેળ યુક્ત ખાદ્ય સામગ્રીની શરીરમાં થતી આડઅસરો'ની કૃતિ વન  વિદ્યાલય આંબાબારી પ્રથમ ક્રમાંક, દ્વિતીય 'જીવન-પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી (Life-Lifestyle for environment)' વિભાગમાં 'બેસ્ટ સોલ્યુશન ફોર એર પોલ્યુશન' કૃતિ શ્રી સરદાર શારદામંદિર, વિજલપોર પ્રથમ ક્રમાંક, તૃતિય કૃષિ ખેતી વિભાગમાં 'હાઇડ્રોપોનિક્સ (Hydroponics)' કૃતિ St. Francis of assis convent High school, Navsari પ્રથમ ક્રમાંક,ચતુર્થ પ્રત્યાયન અને વાહનવ્યવહાર (Communication and Transport) વિભાગમાં 'કાઈનેટિક સ્પેસ લોન્ચ સિસ્ટમ' કૃતિ વિધાકુંજ હાઈસ્કૂલ નવસારી પ્રથમ ક્રમાંક, પાંચમા ગણનાત્મક ચિંતન-કોમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા (Computational Thinking) વિભાગમાં 'કૉમ્પ્યુટેશનલ થીંકીંગ ફોર હ્યુમન લાઈફ' કૃતિ શેઠ પુ.હુ. વિધાલય, વિજલપોર પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. હવે ઉપરોક્ત તમામ કૃતિઓ ઝોન કક્ષાએ ભાગ લેશે.

આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય રાકેશ દેસાઈ, નરેશ પરેશ દેસાઈ, ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ પ્રમુખ અનિલ વશી, શીલા પટેલ, પ્રવિણ વશી, નીતિન હળપતિ, અશ્વિન પટેલ, શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ, ડો. યોગેશ પટેલ સહિત અગ્રણીઓ એ બહોળી સંખ્યામાં ભાગ લેનાર શાળા અને બાળ વૈજ્ઞાનિકોને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.

More details 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top