દિવાળીએ આદિવાસી પરિવારમાં આનંદનો રંગ ઉમેરાયો.

SB KHERGAM
0

દિવાળીએ આદિવાસી પરિવારમાં આનંદનો રંગ ઉમેરાયો.

વાંસદા પોલીસે ઓરિસ્સાના માનસિક અસ્થિર યુવાનનું પરિવાર સાથે મિલન.

એક સપ્તાહ પહેલા વાંસદા વિસ્તારમાં ૧૯ વર્ષનો માનસિક અસ્થિર વાંસદા પોલીસે સાંત્વના આપી તેના માતા-પિતાનું સરનામું લઈ એક માસથી ગુમ ઓરિસ્સાના આ યુવાનનું દિવાળીના દિવસે માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતુ. 

વતનથી મહિલા પહેલા ગુમ થયેલો યુવાન ૧૬૦૦ કિ.મી.દુર આવી જતા વાંસદા પોલીસે સાંત્વના આપી હતી.

ઓરિસ્સાના મયુરભુજ જિલ્લા ખાતે રહેતો માનસિક અસ્થિર આદિવાસી યુવાન અર્જુનસિંઘ ગુંજાસિઘ (ઉ.વ.૧૯) એક મહિના પહેલા ગુમ થયો હતો. જે ફરતા- ફરતા વાંસદા વિસ્તારમાં આવી ગયો હતો. જે વાંસદા પોલીસને એક સપ્તાહ પહેલા મળી આવતા સિનિયર પીએસઆઈ . જે.વી.ચાવડા, એ.એસ.આઈ. મંગીબેન અને સ્ટાફે તેને સાંત્વના આપી પૂછપરછ કરતા માતા-પિતાનું સરનામું આપ્યું હતુ. 

જેથી વાંસદા પોલીસે જરૂરી તપાસ કરી ત્યાંના પોલીસ મથકમાં જરૂરી ખાતરી કરી તેના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો અને તેના માતા-પિતાને વાંસદા પોલીસ મથકે બોલાવતા યુવાનના માતા મામી સિંઘ તથા પિતા કુંજાસિંઘ રવિવારે દિવાળીના દિવસે વતનથી દૂર ૧૬૦૦ કિ.મી. દુર વાંસદા પોલીસ મથકે આવતા છેલ્લા એક માસથી ગુમ તેમના પુત્રને હેમખેમ જોઈ ભાવ વિભોર થઈ ગયા હતા. 

આમ વાંસદા પોલીસે એક માસથી આમ તેમ ભટકતા યુવાનની ૩દિવસ સુધી પોલીસ મથકે જરૂરી વ્યવસ્થા કરી દિવાળીના તહેવાર નિમિત્તે નવા કપડાં, ચંપલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ તથા મીઠાઈ આપી તેમના વતન જવા માટે રેલવે ટિકીટની વ્યવસ્થા કરી આપી હતી. 

પોલીસે દિવાળીના દિવસોમાં કાયદો વ્યવસ્થાની કામગીરી કરવા ઉપરાંત માનવીય સંવેદનશીલ અભિગમનો દિપ પ્રગટાવી ગુમ આદિવાસી યુવાન તથા તેના પરિવારના જીવનમાં આનંદના રંગો ઉમેરવાની કામગીરી પણ કરી છે.

માહિતી સ્રોત : ગુજરાત સમાચારપત્ર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top