ખેતીવાડી શાખા નવસારી દ્વારા ખેરગામ તાલુકાના બહેજ ગામમાં બે-દિવસિય કૃષિ મહોત્સવનું આયોજન.
ખેરગામ, 7 ડિસેમ્બર 2024 – ખેતીવાડી શાખા, નવસારી દ્વારા ખેરગામ તાલુકાના બહેજ ગામના રૂપા ભવાની મંદિર ખાતે બે-દિવસિય કૃષિ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૧૧૩૯ જેટલા ખેડૂતોએ ભાગ લીધો, જેમા વિવિધ ગામોના ખેડૂતોને કૃષિ અને નવું ટેકનોલોજી અપનાવવાની માહિતી આપવામાં આવી.
કાર્યક્રમના પ્રથમ દિવસે, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સતીષભાઈ કે. ઢીંમરે પ્રોજેક્ટની રૂપરેખા પર પ્રકાશ પાડ્યો અને ખેડૂતોને આ પ્રોજેક્ટથી થનારી લાભો વિશે માહિતગાર કર્યા. આ દરમિયાન, જિલ્લા પંચાયતની ઉપપ્રમુખ અંબાબેન નાનુભાઈ માહલાએ કૃષિ ક્ષેત્રે નવું દિશાનિર્દેશ અપાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા.
વિશિષ્ટ સત્રમાં, ખેડૂતોને ગાય સાયામિત ખેતી, જીવામૃત અને બીજામૃત જેવા જીવન દાયી કૃષિ પદ્ધતિઓ અંગે રેખાબેન સાર અને મહેશભાઈએ માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત, કૃષિ યુનિવર્સિટીથી ડૉ. જે. એમ. વશી અને ડૉ. હાર્દિક પી. શાર સહિતના વૈજ્ઞાાનિકોએ નવી કૃષિ ટેકનોલોજી અંગે માહિતી પ્રદાન કરી.
દ્વિતીય દિવસે, ખેડૂતોએ નમ્રતાપૂર્વક કૃષિ વિભાગ, બાગાયત, પશુપાલન અને અન્ય વિભાગો દ્વારા આપવામાં આવતા લાભોને સમજવા માટે વિવિધ મોડલ ફાર્મોનો વિઝિટ પણ કર્યો.
આ કાર્યક્રમમાં 6,57,954 રૂપિયાની સરકારી સહાય યોજના, મુખ્ય મહેમાનના હસ્તે, ખેડૂતોને આપવામાં આવી. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અંબાબેન નાનુભાઈ માહલા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ ઉપપ્રમુખશ્રી લીનાબેનન, શ્રી પૂર્વેશભાઈ ખાંડાંવાલા શ્રી ભીખુભાઈ આહીર, સહિત પ્રાંત અધિકારીશ્રી ડી આઇ પટેલ, મામલતદારશ્રી દલપતભાઈ બ્રાહ્મણકાચ્છ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સહિતના અધિકારીશ્રીઓ તેમજ વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી.
#KhedutMhotsav #KrishiMahotsav #Navsari #KrishiVikas #FarmingCommunity #SustainableAgriculture #AgricultureTechnology #FarmerSupport #RaviKrishi #AgricultureInitiatives #GujaratFarming #KrishiUdyog #GovernmentSchemes #FarmersProgress #SustainabilityInFarming #RuralDevelopment #AgricultureInnovation #KhedutSahai #FarmersEmpowerment