Surat: અડાજણના વન ભવન ખાતે વન વિભાગના ઈકો મોલનું ઉદ્ઘાટન કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

SB KHERGAM
0

 Surat: અડાજણના વન ભવન ખાતે વન વિભાગના ઈકો મોલનું ઉદ્ઘાટન કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

સુરતના પ્રથમ 'ઈકો મોલ'માં, સુરતવાસીઓ તેમના ઘરઆંગણે વાંસનું ફર્નિચર, કુદરતી વન મધ, આમળા પાવડર, હસ્તકલા, ઓર્ગેનિક કઠોળ, ચોખા જેવી નવીન ઉત્પાદનોની ખરીદી કરી શકશે.


વન મંત્રી દ્વારા વન ભવન પરિસરમાં વિઘ્નહર્તા ગણેશ મંદિરમાં મૂર્તિની સ્થાપના

 અડાજણ ખાતે વન ભવન ખાતે વન વિભાગ દ્વારા ઈકો ફ્રેન્ડલી ઉત્પાદનોના વેચાણ માટે બનાવવામાં આવેલ 'ઈકો મોલ'નું ઉદ્ઘાટન વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે કર્યું હતું. સુરતના પ્રથમ 'ઈકો મોલ'માં સુરતના રહેવાસીઓ તેમના ઘરઆંગણે વાંસનું ફર્નિચર, કુદરતી વન મધ, આમળા પાવડર, હસ્તકલા, ઓર્ગેનિક કઠોળ, ચોખા જેવી આધુનિક વસ્તુઓ ખરીદી શકશે. વનમંત્રીના હસ્તે વન ભવન પરિસરમાં આવેલા વિઘ્નહર્તા ગણેશ મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.


 સુરત વન વિભાગ હેઠળ કાર્યરત માંડવી ખાતે 'વિસદાલિયા ક્લસ્ટર' હેઠળ, વન વિભાગ વન સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધનની સાથે જંગલ ક્ષેત્રના લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. ફોરેસ્ટ્રી પાર્ટિસિપેટીંગ સોસાયટી સ્વ-સહાય જૂથો બનાવીને વન સંરક્ષણ સાથે સ્વ-રોજગાર પ્રદાન કરે છે અને પરંપરાગત વ્યવસાયોમાં આદિવાસીઓને તાલીમ પણ આપે છે, જ્યારે વિસદાલિયા ક્લસ્ટરના કારીગરો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો પણ અહીં ઉપલબ્ધ થશે.

 નોંધનીય છે કે ગ્રામ્ય વિસ્તારના કુશળ નાગરિકોને ટેકનિકલ અને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપીને ખેડૂતોના ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન કરીને સારા ભાવો મળી રહે તે માટે વનવિભાગ ઇકો મોલ દ્વારા બજાર પુરું પાડી રહ્યું છે. સ્વ-રોજગાર સાથે આર્થિક સમૃદ્ધિ તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે.

 આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક (સુરત વર્તુળ) ડો.કે.શસીકુમાર, નાયબ વન સંરક્ષક (સુરત વન વિભાગ) આનંદકુમાર એસ., તાપીના નાયબ વન સંરક્ષક શ્રી પુનિત નાયર નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ-સુરત) ) સચિન ગુપ્તા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top