Surat: માનનીય શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના વિવિધ ગામોના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું કરેલ ખાતમુહુર્ત-લોકાર્પણ
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, ડુંગરા, સત્યમનગર, ટીંબા, પાલી અને હલધરૂ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું
કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત
રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ
ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું હતું. જેમાં મંત્રીશ્રીએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત અને રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત પણ કર્યું હતું, જેમાં OPD રૂમ, મમતા ક્લિનિક, વેઈટીંગ એરિયા, સ્ટાફ ક્વાર્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
નોંધનીય છે કે, અંત્રોલી ગામે રૂ ૨૫૦.૧૫ લાખના ખર્ચે ૧૧ નવા વર્ગ ખંડ, આંબોલી ગામે રૂ.૧૫૦.૯૪ લાખના ખર્ચે ૬ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ, સત્યમનગર ખાતે રૂ.૯૭.૯૪ લાખના ખર્ચે ૪ નવા વર્ગ ખંડ અને ૬ હયાત વર્ગખંડનું રિપેરીંગ, ટીંબા ગામે રૂ.૨૯૫.૧૬ લાખના ખર્ચે ૬ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ, પાલી ગામે રૂ.૧૧૫.૭૮ લાખના ખર્ચે ૫ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ તેમજ ડુંગરા ગામે રૂ.૪૮.૦૯ લાખના ખર્ચે ૧૦ વર્ગ ખંડોનું રિપેરીંગ કાર્યનું ખાતમુહુર્ત તેમજ રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામની પ્રાથમિક શાળાનું લોકાર્પણ સંપન્ન થયું હતું. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ રેખાબેન, શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન, ન્યાય સમિતિના અધ્યક્ષ પુષ્પાબેન, શાસક પક્ષ નેતા રમેશભાઈ શિંગાળા, જિ.પ્રા.શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, તા.પ્રા.શિક્ષણ અધિકારી જ્યોતિબેન, સંગઠન પ્રમુખ બળવંતભાઈ, સંગઠન હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ તમામ ગામોના સરપંચો, શાળાના આચાર્ય, શિક્ષકો-વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.