Dang : આહવા ખાતે "વિકાસ સપ્તાહ" ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા :
‘વિકાસ સપ્તાહની ઉજવણી’ : જિલ્લો ડાંગ
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૦: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી તરીકે પદવાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યના સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જુદી-જુદી થીમ અન્વયે “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
“વિકાસ સપ્તાહ”ની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ને વિભાગ ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ડાંગ દ્વારા આહવા ખાતે આવેલ આંબેડકર ભવનમાં ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં ડાંગ જિલ્લાના સ્થાનિક કલાકારો દ્વારા આદિવાસી ડાંગી નૃત્ય,પાવરીનૃત્ય, આદિવાસી લોક નૃત્ય, તેમજ રાસ ગરબા રજુ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, આહવા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામ શ્રી શિવાજી તબીયાર, આહવા મામલતદાર શ્રી યોગેશ ચૌધરી સહિતના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
#VikasSaptah #23yearofseva #lightingthelives