Dang news : ડાંગ જિલ્લા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સાવરદા ગામે જ્યુટ પ્રોડક્ટ બનાવવાની તાલીમ યોજાઇ :

SB KHERGAM
0

Dang news : ડાંગ જિલ્લા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સાવરદા ગામે જ્યુટ પ્રોડક્ટ બનાવવાની તાલીમ યોજાઇ :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૦:  ડાંગ જિલ્લા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આહવાના સહયોગથી સુબીર તાલુકાના સાવરદા ગામે ૬ દિવસીય જ્યુટ પ્રોડકટ બનાવવા અંગેની તાલીમ યોજાઇ હતી. જેમા ગામની કુલ ૩૩ બહેનોએ ભાગ લીધો હતો. 

આ તાલીમમા ટ્રેનર શ્રીમતી મનીષાબેન ગાંગુર્ડે દ્વારા માર્કેટ બેગ, મોબાઈલ બેગ, હેન્ડ બેગ, વૉલપીસ, પેન સ્ટેન્ડ, શો-પીસ, વોટર બોટલ બેગ, દરવાજાના તોરણ, જ્યુટ પર્સ (આભલા અને ઊન દ્વારા ડેકોરેટિવ),  બનાવવા અંગેની તાલીમ આપવામા આવી હતી. તેમજ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આરસેટી દ્વારા અલગ-અલગ પ્રકારની રમતો દ્વારા શિખામણ આપવામા આવી હતી. 

આ તાલીમની પૂર્ણાહુતિ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમા સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવીત, આગેવાનો સર્વશ્રી જીતેશભાઇ બાગુલ, અમિતભાઈ બંગાળ, સુરેશભાઈ પવાર, મોહનભાઈ પવાર, તાલીમના ફેકલ્ટી સુશ્રી રંજનબેન તેમજ આરસેટીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top