Narmda|Rajpipla: નર્મદા જિલ્લા ૧૫થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓને યુવા ઉત્સવ-૨૦૨૪માં ભાગ લેવા જોગ

SB KHERGAM
0

 Narmda|Rajpipla: નર્મદા જિલ્લા ૧૫થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓને યુવા ઉત્સવ-૨૦૨૪માં ભાગ લેવા જોગ

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ૧૭મી ઓગષ્ટ-૨૦૨૪ સુધીમાં અરજી કરવાની રહેશે

રાજપીપલા, શુક્રવાર : રમતગમત,યુવા અને સાંસ્કુતિક પ્રવુતિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કુતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નર્મદા દ્વારા યુવા ઉત્સવ-૨૦૨૪ યોજાનાર છે. જેમાં ૧૫થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા વિદ્યાર્થી - બિન વિદ્યાર્થી કોઇપણ યુવક યુવતીઓ ભાગ લઇ શકશે. 


આ ઉત્સવમાં “અ” અને “બ” તથા ઓપન વિભાગની સાહિત્ય વિભાગ, કલા વિભાગ, સાંસ્કુતિક વિભાગ (અ-૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના, બ-૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના, ખુલ્લો- ૧૫ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના)ની (૧) વકૃત્વ સ્પર્ધા (અ,બ) (૨) નિબંધ સ્પર્ધા(અ,બ) (૩)પાદપુર્તી(બ) (૪) ગઝલ શાયરી લેખન(બ) (૫) કાવ્ય લેખન(બ) (૬) દોહા છંદચોપાઇ(બ) (૭) લોકવાર્તા(ખુલ્લો) (૮) સર્જનાત્મક કામગીરી(ખુલ્લો) (૯) ચિત્રકલા(અ,બ) (૧૦) લગ્નગીત(બ) (૧૧) હળવુ કંઠ્ય સંગીત(અ,બ) (૧૨) લોકવાદ્ય સંગીત(અ,બ) (૧૩) ભજન(ખુલ્લો) (૧૪) સમુહગીત(ખુલ્લો) (૧૫) એકપાત્રીય અભિનય(અ,બ) કૃતિઓનું તાલુકા કક્ષાએ સ્પર્ધાઓનું આોયોજન કરવામાં આવશે. જેમાં નર્મદા જીલ્લાના તાલુકા કન્વીનર સંસ્થા, (૧) નાંદોદ-શ્રી નવદર્ગા હાઇસ્કુલ, રાજપીપળા (૨) ગરૂડેશ્વર–પિંટુલાલા વિદ્યામંદિર,બોરીયા (૩) તિલકવાડા-કે.એમ.શાહ વિદ્યા મંદિર, (૪) ડેડીયાપાડા-રૂપલ બી. ગજ્જર, ખોખરાઉંમર- ડેડીયાપાડા (૫) સાગબારા-સાર્વજનિક માધ્યમિક શાળા, રોઝદેવ ખાતે ભાગ લેનારે તા.૧૭/૦૮/૨૦૨૪ સુધીમાં એન્ટ્રી પહોંચાડવાની રહેશે.


રાષ્ટ્રકક્ષાની યોજાતી સ્પર્ધાઓ અત્રેના જીલ્લાએથી ઓફલાઇન યોજવાની છે. (૧) લોક નુત્ય(ખુલ્લો) (૨) લોકગીત(ખુલ્લો) (૩) એકાંકી(હિન્દી/અંગ્રેજી)(ખુલ્લો) (૪) શાસ્ત્રીય કંઠય સંગીત-હિન્દુસ્તાની (અ,બ,વિભાગ) (૫) શાસ્ત્રીય કંઠય સંગીત કર્ણાટકી(ખુલ્લો) (૬) સીતાર(ખુલ્લો) (૭) વાંસળી(ખુલ્લો) (૮) તબલા(ખુલ્લો) (૯) વીણા(ખુલ્લો) (૧૦) મૃદંગમ(ખુલ્લો) (૧૧) હાર્મોનિયમ (હળવુ)(ખુલ્લો) (૧૨) ગિટાર(ખુલ્લો) (૧૩) શાસ્ત્રીય નૃત્ય-ભરત નાટયમ(અ,બ) (૧૪) શાસ્ત્રીય નૃત્ય-મણીપુરી(ખુલ્લો) (૧૫) શાસ્ત્રીય નૃત્ય- ઓડીસી(ખુલ્લો) (૧૬) શાસ્ત્રીય નૃત્ય-કથ્થક(અ,બ) (૧૭) શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી(ખુલ્લો) (૧૮) શીધ્ર વકૃત્વ(હિન્દી/અંગ્રેજી)(ખુલ્લો) મુજબના કૃતિઓની સ્પર્ધા યોજવામાં આવનાર છે. 


આ ઉપરાંત {અ} લાઈફ સ્કીલ વિભાગમાં ૧) સ્ટોરી રાઈટીંગ ૨) પોસ્ટર મેકિંગ ૩) ડીકલેમેશન ૪) ફોટોગ્રાફીની સ્પર્ધા યોજાનાર છે. જયારે  {બ} યુવા કૃતિ વિભાગમાં ૧) હેન્ડીક્રાફટ ૨) ટેક્ષટાઈલ્સ ૩) એગ્રો પ્રોડક્ટનું પ્રદર્શન રાજ્ય કક્ષાએ યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની એન્ટ્રીઓ પણ મંગાવવામાં આવે છે. આ સ્પર્ધા તાલુકાકક્ષા, જીલ્લાકક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્યકક્ષા એમ ચાર તબક્કામાં યોજાનાર છે. જેમાં સ્પર્ધકે એન્ટ્રી અત્રેની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-નર્મદા, જિલ્લા સેવા સદન, બીજે માળ, રૂમ નં.૨૧૭, રાજપીપળા અથવા જિલ્લાકક્ષા કન્વીનર શ્રી નવદુર્ગા હાઇસ્કુલ રાજપીપળા ખાતે તા.૧૭/૦૮/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે. (કૃતિ ઓળખ માટે નામ,સરનામુ, કૃતિનું નામ, વિભાગ, જન્મતારીખ, મોબાઇલ નંબર જેવી વિગતો અલગ થી મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે મો. નં.- ૯૮૯૮૧૧૪૩૧૦ ઉપર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.  

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top