વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ

SB KHERGAM
0

વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ



વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે

----

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૦ ઓગસ્ટ 

     ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ઉમંગ ડોનના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં હાઈવે સ્થિત મા રિસોર્ટમાં જિલ્લા કો-ઓર્ડીનેટર પૂનમબેન બોડાવાળા અને જોઈન્ટ કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયા દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 

       યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આશિષભાઈ ગોહિલ, સમાજસેવક તેમજ રમત ગમતના પ્રમોટર અને રણભૂમિના પ્રતિનિધિ તથા ધારાશાસ્ત્રી કેયુરભાઈ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાઉથ ઝોન કો- ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, દક્ષિણ ગુજરાત મહિલા પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ તનુજાબેન આર્ય, જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના માજી અધ્યક્ષ ધવલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય અનિતાબેન પટેલ, સરોધી ગ્રામ પંચાયતના સરપંચ ગીરીશભાઈ પટેલ, લીલાપોરના સરપંચ મનોજભાઈ આહીર અને કેવાડાના સરપંચ નિલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન આશિષભાઈ ગોહિલ દ્વારા ઉત્સાહપ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ધારાશાસ્ત્રી કેયુરભાઈ પટેલ દ્વારા ખેલાડીઓને સહયોગ આપવા જણાવ્યું હતું. સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે દ્વારા યોગાસન સ્પોર્ટ્સના ત્રીજા વર્ષે સફળ આયોજન માટે કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયા અને પૂનમબેન બોડાવાળાને અભિનંદન પાઠવ્યા હતા. 

           યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં સબ-જુનિયર, જુનિયર, સિનિયર, સિનિયર A.B.C વય જૂથ પ્રમાણે ટ્રેડિશનલ ઇવેન્ટ, આર્ટિસ્ટિક સોલો, આર્ટિસ્ટિક પેર, રીધમિક પેર જેવી વિવિધ ઇવેન્ટની સ્પર્ધા યોજાઇ હતી, જેમાં વિજેતા થયેલા ખેલાડીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીને રાજ્ય કક્ષાની હરીફાઈમાં ભાગ લેવાની તક મળશે. 

        સ્પર્ધાને સફળ બનાવવા માટે સોનલ પટેલ, આનંદ પટેલ, ચિત્રાંગી ભટ્ટ, રાધા જોશી, છાયા પારેખ, શીતલ ત્રિગોત્રા, પલ્લવી ખત્રી, વિજીતા ટંડેલ, સુહાની નાયક, કાજલ ગુપ્તા, સેજલ ગુપ્તા, નિશિત કોસીયા, વિપુલ આહીર, જીતેન્દ્ર રાઠોડ, મયંક ટંડેલ, ચિસિલ કોલી, શીતલ પાનવાલા, પારુલ પલસાણીયા, નિશા ગજ્જર અને સ્વાતિ જાનીનો સહયોગ રહ્યો હતો. આભારવિધિ નિલેશ કોસિયાએ આભાર માન્યો હતો.

વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ ---- વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે ---- માહિતી બ્યુરોઃ...

Posted by INFO Valsad GOV on Tuesday, August 20, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top