જામનગર: અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગરમાં કરાટે સ્પર્ધા યોજાઈ
જામનગર તા.૧૭ ઓગસ્ટ, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ ની મહાનગરપાલીકા કક્ષાની કરાટે સ્પર્ધા અંડર ૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઇઓની તા. ૧૧/૦૮/૨૦૨૪અને બહેનોની સ્પર્ધા તા.૧૨/૦૮/૨૦૨૪નાં રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હોલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રીકેટ પેવેલીયન, જામનગર ખાતે યોજવામાં આવી હતી.
જિલ્લા રમત ગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ ૩૫૪ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. કરાટે સ્પર્ધામાં દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલાં ખેલાડીઓ અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ રાજ્યકક્ષાએ કરાટે સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બી.જે. રાવલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
#jamnagar #gujarat #gujaratinews #jamnagarnews #local #LocalNews #sports #SportsNews #sportsphotography #children #welfare #compitition #karate #karatekid