Tapi : કલેકટરશ્રી, તાપીની અધ્યક્ષતામાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અવેરનેસ-કેપેસીટી બીલ્ડીંગ તેમજ એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામની તાલીમ યોજાઇ.

SB KHERGAM
0

Tapi : કલેકટરશ્રી, તાપીની અધ્યક્ષતામાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અવેરનેસ-કેપેસીટી બીલ્ડીંગ તેમજ એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામની તાલીમ યોજાઇ.

વિકસિત તાપી@૨૦૪૭  અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ૧૭ એજન્ડા, એસ.ડી.જી ગોલ્સ અને ૧૨૭ લક્ષ્યાંકોની સમજ આપવામાં આવી.

વિકસિત તાપી@૨૦૪૭ માટે Road Map તૈયાર કરી વિકસિત તાપીના પરિપેક્ષ્યને સિધ્ધ કરવા માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ

માહિતી બ્યુરો, તાપી.તા.0૫: તાજેતરમાં કલેકટરશ્રી, તાપી ડો.વિપિન ગર્ગનાં અધ્યક્ષસ્થાને Sustainable Development Goal અંતર્ગત જિલ્લા કક્ષાએ Sustainable Development GoalAwareness / Capacity Buildingની તાલીમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા Sustainable Development Goalsની સમિતિના સભ્યો તથા જિલ્લાનાં વર્ગ-૧ અને વર્ગ-૨નાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

આ તાલીમમાં વિકાસ અંગેનાં સંયુક્ત રાષ્ટ્રસંઘનાં એજન્ડા અંતર્ગત ૧૭ એસ.ડી.જી ગોલ્સ  અને ૧૨૭ લક્ષ્યાંકોની સમજ આપવામાં આવી હતી. તેમજ SDGના નબળા નિર્દેશકોને રાજ્યની સમકક્ષ અને એનાથી વધુ સુધારો કરવા માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. SDG ના તમામ નિર્દેશકો માટે વર્ષ ૨૦૨૫ થી ૨૦૩૦ સુધીનો લક્ષ્યાંક સહિત એક્શન પ્લાન બનાવવા તમામને સુચના આપી હતી.

આ ઉપરાંત વન અને પર્યાવરણ સહિતનાં લક્ષ્યાંકોની સમજ આપી વિકસિત તાપી@૨૦૪૭ અંતર્ગત તમામ વિભાગોએ છેલ્લા ૧૦ વર્ષમાં હાંસલ કરેલ સિધ્ધિઓને આધારે આગામી વર્ષ ૨૦૩૦ અને ૨૦૪૭માં તાપી જિલ્લાની ગણતરી વિકસિત જિલ્લાઓની હરોળમાં લાવવા યોગ્ય અને પાયારૂપ  આયોજન કરવા માટે અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ સચેત કર્યા હતા. 

Aspirational Block Programme અંતર્ગત તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાના નબળા નિર્દેશકોને રાજ્યની સમકક્ષ / ઉપર પહોચાડવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતે અધ્યક્ષશ્રી કલેકટર તાપીએ SDGના લક્ષ્યાંકોની સિધ્ધિ હાંસલ કરવા તેમજ વિકસિત તાપી@૨૦૪૭ની કામગીરી બાબતે જરૂરી Road Map તૈયાર કરી વિકસિત તાપીના પરિપેક્ષ્યને સિધ્ધ કરવાની કામગીરી કરવા સંબંધિત વિભાગને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. 

આ તાલીમમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.લેઉઆ દ્વારા તાપી જિલ્લામાં શિક્ષણમાં ડ્રોપ આઉટરેટ, એનરોલમેન્ટ રેશિયો, શિક્ષક-વિદ્યાર્થી રેશિયો, આરોગ્ય ક્ષેત્રે સંપુર્ણ રસીકરણ થાય, બાળકોમાં કુપોષણનું પ્રમાણ  ઘટાડવુ, નાની ઉંમરે થતા લગ્નોનું પ્રમાણ અટકાવવા, ફેમીલી પ્લાન, કૃષિ ક્ષેત્રે સિંચાઇની સુવિધા, શાકભાજી, અનાજ અને તેલીબીયા ઉત્પાદનને વધારાવા, ગુનાખોરીનું પ્રમાણ અટકાવવું, ગરીબી નિવારણ, આવાસ યોજનાના લાભો તમામ જનતાને મળી રહે,જેથી બેધર વસ્તીનું પ્રમાણ ઓછું કરી, વિવિધ ઇન્ડીકેટર્સમાં સારી પ્રગતિ મળી રહે તે માટે જિલ્લાના અધિકારી/કર્મચારીઓને  માહિતીગાર કરવામાં આવ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top