Navsari: ગુજરાત માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડની પરીક્ષાને લઈ પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ જાહેર.

SB KHERGAM
0

 

Navsari: ગુજરાત માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડની પરીક્ષાને લઈ પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ જાહેર.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમિયાન એચ.એસ.સી. વિજ્ઞાનપ્રવાહ / સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં ચાર કે તેથી વધારે વ્યકિતઓને ભેગા થવા, સભા ભરવા, સરઘસ કાઢવા, કોઇપણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, સ્માર્ટ બેન્ડ લઇ જવા ઉપર તેમજ લાઉડ સ્પીકર વગાડવા કે અવાજ મોટો કરવાનું કોઇ યંત્ર વગાડવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ થી સાંજે ૨૦-૦૦ કલાક સુધી ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા દરમિયાન સરકારશ્રીના કોવિડ-૧૯ નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ગણાશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top