Dang : રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે વાંસદા નેશનલ પાર્કમા "વન્યપ્રાણી સારવાર કેન્દ્ર"નું લોકાર્પણ કરાયું.

SB KHERGAM
0

Dang : રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે વાંસદા નેશનલ પાર્કમા "વન્યપ્રાણી સારવાર કેન્દ્ર"નું લોકાર્પણ કરાયું.

ગુજરાતની સૌ પ્રથમ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ વાનને લીલી ઝંડી આપી.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા : તા: ૭: દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્કમા આજરોજ રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે તેમજ વિધાનસભા નાયબ દંડક વ ડાંગ જિલ્લા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિત "વન્યપ્રાણી સારવાર કેન્દ્ર"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે વન પર્યાવરણમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે , વાંસદા નેશનલ પાર્કમા પ્રથમવાર વનપ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતા અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે. અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને અંબાજી અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા, જેમાં પડતી મુશ્કેલીઓથી વાંસદા રેન્જને રાહત મળશે. દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે અહીં વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતમા સૌ પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેનાથી પ્રાણીઓને રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે. 

દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ રાધાક્રિષ્ના પ્રસાદે "વન્યપ્રાણી સારવાર કેન્દ્ર" ની સુવિધાઓથી વાકેફ કરાવ્યા હતા. નવસારી વાંસદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન પ્રાણીઓને રેસ્ક્યુ કરી વાંસદા નેશનલ પાર્કના નવતાડ ખાતેના વન્યપ્રાણી સારવાર કેન્દ્રમા સારવાર અર્થે લાવવામાં આવશે. અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે. વન્યપ્રાણી સારવાર કેન્દ્રમા પ્રાણીઓ તેમજ પશુઓને રેસ્ક્યુ કરવા માટે માટેના સાધનો ઉપલબ્ધ છે. તેમ શ્રી રવિ રાધાક્રિષ્ના પ્રસાદે માહિતી આપતાં જણાવ્યું હતું.

આ પ્રંસગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, વન વર્તુળ વલસાડના મુખ્ય વન સંરક્ષક શ્રી મનીશ્વર રાજા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારી, વાંસદા પ્રાંત અધિકારી શ્રી ડી. આઈ. પટેલ, દક્ષિણ ડાંગ વન વિભાગના એ. સી. એફ શ્રી આરતી ભાભોર, વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક શ્રીમતી ફરિદા જી. વળવી તેમજ વન કર્મીઓ ઉપસ્થિત રહ્યા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top