Dang: આહવા જનરલ હોસ્પિટલમા ફાયર મોકડ્રીલ અને રેસ્ક્યુ ઑપરેશનનો ડેમો યોજાયો:

SB KHERGAM
0

 

Dang: આહવા જનરલ હોસ્પિટલમા ફાયર મોકડ્રીલ અને રેસ્ક્યુ ઑપરેશનનો ડેમો યોજાયો:

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૭: તારીખ ૬/૩/૨૦૨૪ના રોજ જનરલ હોસ્પિટલ-આહવા ખાતે જનરલ હોસ્પિટલ, ડિઝાસ્ટર વિભાગ, અને પોલીસ વિભાગના સહયોગથી ફાયર મોકડ્રીલ અને રેસ્ક્યુ ઑપરેશનનો ડેમો યોજવામાં આવ્યો હતો. 

દરમિયાન જનરલ હોસ્પિટલ ખાતે ફાયર મેન તરીકે ફરજ બજાવતા શ્રી મહેશ પવાર દ્વારા આગના કિસ્સામાં આગના પ્રકારને ઓળખી તેને ફાયર એક્ષ્ટીંગ્યુશર દ્વારા બુઝાવવાની ટેક્નીક વિષે સમજ આપવામાં આવી હતી. તેમજ આપાતકાલીન સમયે રેસ્ક્યુ દરમિયાન વિવિધ દોરડાના ઉપયોગ વડે વિવિધ ક્નૉટ (ગાંઠ), મલ્ટીપર્પઝ ક્નૉટ, ચેન ક્નૉટ, ડ્રૉ હીંચ ક્નૉટ, મેન લૉક હીંચ ક્નૉટ, ચેર ક્નૉટ, ફીગર ઑફ એઈટ ક્નૉટનો ઉપયોગ કરી કઈ રીતે ભાનમાં લાવી બેભાન થયેલ વ્યક્ત્તિનો બચાવ કરી શકાય તેની સમજ આપવામાં આવી. આ માટે તેમના દ્વારા વિવિધ ક્નૉટ કઈ રીતે બનાવવી અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેનો પ્રેક્ટિકલ ડેમો બતાવવામાં આવ્યો હતો.

આ દરમિયાન હોસ્પિટલ સાયકાયાટ્રીસ્ટશ્રી ડૉ. અંકિત રાઠોડ તથા હોસ્પિટલ સ્ટાફ, ડિઝાસ્ટર ડી.પી.ઑ. શ્રી ચિંતન પટેલ અને ટીમ, પોલીસ વિભાગમાંથી કૉન્સ્ટેબલ પ્રણવ ગવળી તેમજ તેઓની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top