Dang news : SSC અને HSC પરીક્ષા સંદર્ભે ડાંગ જિલ્લામાં ૫૫૦ સરકારી અધિકારી/કર્મચારીઓ ફરજ પર.

SB KHERGAM
0

 Dang : SSC અને HSC પરીક્ષા સંદર્ભે ડાંગ જિલ્લામાં ૫૫૦ સરકારી અધિકારી/કર્મચારીઓ ફરજ પર.

વિધાર્થીઓ માટે ૮ S.T. રૂટની સવલત સાથે ૧૧ લહિયાની સેવા પણ ઉપલબ્ધ કરાવાઈ.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: ડાંગ જિલ્લામાં ચાલી રહેલી S.S.C અને H.S.C ની પરીક્ષાને અનુલક્ષીને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલના વડપણ હેઠળ નિયત પરીક્ષા કેન્દ્રો ઉપર ૪૧૯ વહીવટી કર્મચારીઓ ઉપરાંત ૨૮ જેટલા આરોગ્ય કર્મીઓ, અને ૫૬ પોલીસ જવાનોને ફરજ ઉપર મૂકવામાં આવ્યાં છે. તો S.S.C અને H.S.C ઝોન માટે ૪૨ વહીવટી કર્મચારી/અધિકારીઓ, અને પાંચ પોલીસ કર્મચારીઓ સહિત ૨૭ જેટલા ઉચ્ચાધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે ફરજ નિયુક્ત કરવામાં આવ્યાં છે. 

આમ, જિલ્લામાં કુલ ૪૮૮ અધિકારી/કર્મચારીઓની સેવા ઉપરાંત ૨૮ આરોગ્યકર્મીઓ, ૬૧ પોલીસ જવાનો મળી કુલ ૫૫૦ જેટલા કર્મચારી/અધિકારીઓને પરીક્ષાના કામમાં રોકવામાં આવ્યાં છે.


આ ઉપરાંત અહીના પરીક્ષાર્થીઓને આવાગમન માટે કોઈ અગવડ ન પડે તે હેતુસર કુલ ૮ જેટલા S.T રૂટોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો જુદા જુદા કારણોસર ૧૧ જેટલા લહિયાઓની સગવડ પરીક્ષાર્થીઓને પૂરી પાડવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં S.S.C-૨૦૨૪ પરીક્ષા માટે કુલ ૯ સ્થળોએ ૧૩ પરીક્ષા કેન્દ્રોના ૧૩૧ બ્લોકસમાં જુદા જુદા વિષયોના કુલ-૩ હજાર ૪૧૭ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જ્યારે H.S.C (સામાન્ય પ્રવાહ) માટે ૪ સ્થળોએ ૮ પરીક્ષા કેન્દ્રોના ૭૫ બ્લોક્સમાં ૨ હજાર ૧૦૬, અને વિજ્ઞાન પ્રવાહના આહવા ખાતેના ૨ પરીક્ષા કેન્દ્રોના ૨૧ બ્લોક્સમાં ૪૪૦ પરીક્ષાર્થીઓ નોંધાવા પામ્યા છે.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top