Vansda : વાંસદાની રંગપુર પ્રા.શાળાના આચાર્યશ્રી નિતિન પાઠકનું નાનાભાઈ ભટ્ટ અગત્સ્ય એવોર્ડથી સન્માનિત.

SB KHERGAM
0

Vansda : વાંસદાની રંગપુર પ્રા.શાળાના આચાર્યશ્રી નિતિન પાઠકનું નાનાભાઈ ભટ્ટ અગત્સ્ય એવોર્ડથી સન્માનિત.

સુરત ખાતે ઉત્કર્ષ કેળવણી મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણમાં વિવિધ બાબતોમાં સીમા ચિહ્નરૂપ કાર્ય થયું હોય તેવા ચાર આચાર્યોને નાનાભાઈ ભટ્ટ અગત્સ્ય એવોર્ડ આપી સન્માન કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નિતિન પાઠકને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ શાળાના સાત જેટલા શિક્ષકોનું પણ મનુભાઈ પંચોળી સોક્રેટિસ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે નિરંજનાબા, નાનુ શિરોયા, કાનજી ભાલાળા, તંત્રી નરેશ વરિયા,હરિ કથીરિયા, રાઘવજી ડાભી, મુકેશ ધામેલિયા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન જીતુ મકવાણાએ કર્યું હતું વાંસદા તાલુકાનાં છેવાડે આવેલી રંગપુર પ્રાથમિક શાળા છેલ્લા ઘણા વર્ષોથી ટેક્નોલૉજી યુક્ત શિક્ષણ આપવા માટે તાલુકામાં જાણીતી છે. 

તાજેતરમાં ΝΙΕΡΑ (NCERT) નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની લીડરશીપ કોન્ફરન્સમાં પણ નિતિન પાઠકની પસંદગી થઈ હતી. શાળાએ દાતાઓના સહકારથી શાળામાં કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબોરેટરી, દરેક વર્ગમાં સ્માર્ટ વર્ગો તેમજ બાળકોને નોટબુક અને આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

Credit: ગુજરાત ગાર્ડિયન ન્યૂઝ (રીપોર્ટ સાજીદ મકરાણી, ઉનાઇ)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top