Tapi : ઉકાઈ ખાતે એન્ડવાન્સ એક્વાકલ્ચર પ્રેક્ટાઈસીસ ઉપર ત્રણ દિવસીય તાલીમ યોજાઇ.

SB KHERGAM
0

 

Tapi : ઉકાઈ ખાતે એન્ડવાન્સ એક્વાકલ્ચર પ્રેક્ટાઈસીસ ઉપર ત્રણ દિવસીય તાલીમ  યોજાઇ.

માહિતી બ્યુરો તાપી તા.૨૮ સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા એન્ડવાન્સ એક્વાકલ્ચર પ્રેક્ટાઈસીસ ઉપર ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ત્રણ દિવસીય તાલીમનુ ઉકાઈ કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવેલ હતું. 

આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ જનજાતિ વિસ્તારમાં મત્સ્યપાલનની નવી તકનિકો બાબતે અત્રેના વિસ્તારના મત્સ્ય ખેડૂતોને માહિતી આપી, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત સદર યોજનાઓ અમલીકરણ માટેની અરજીઓ કેવી રીતે કરવી જેવી બાબતો વિશે જુદા જુદા વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં  આજુબાજુના વિસ્તારના ૨૫ જેટલા ખેડૂતો હાજર રહેલ હતા. 


કાર્યક્રમના સમાપન સમારોહમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી ઉકાઈ શ્રી જીગ્નેશભાઈ ગોહિલ અને સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top