Tapi: “કસ્તુરબા ગાંધી વિદ્યાલય” કણજોડ અને ધોળકા ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” અંતગર્ત હેલ્થ એન્ડ હાઇજીંનીગ સેમિનાર યોજાયો.

SB KHERGAM
0

 


Tapi: “કસ્તુરબા ગાંધી વિદ્યાલય”  કણજોડ અને ધોળકા ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” અંતગર્ત હેલ્થ એન્ડ હાઇજીંનીગ સેમિનાર યોજાયો.

માહિતી બ્યુરો,તાપી તા.૧૯:  તાજેતરમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી દ્વારા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ-રક્ષણ અધિકારી ડૉ.મનિષા એ. મુલતાનીનાં માર્ગદર્શન હેઠળ "કસ્તુરબા ગાંધી વિધાલય" ગામ-કણજોડ તાલુકો વાલોડ અને "કસ્તુરબા ગાંધી વિધાલય" ધોળકા,  તાલુકો ડોલવણ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” તાપી અંતગર્ત હેલ્થ એન્ડ હાઇજીંનીગ સેમિનાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ, યુવા પ્રવૃતીના અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયત તાપી તૃપ્તીબેન પટેલનાં અધ્યક્ષસ્થાને તથા વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મહિલા અને બાળ વિકાસ, યુવા પ્રવૃતીનાં અધ્યક્ષશ્રી તૃપ્તીબેન પટેલ દ્વારા દિકરીઓને આરોગ્યલક્ષી માહીતી અંગેનું માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત તાપીનાં સભ્યશ્રી ભુપેન્દ્રભાઈ ગામીત દ્વારા મહિલા સશક્તિકરણનું મહ્ત્વ દિકરીઓને પુરૂ પાડી, મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ-રક્ષણ અધિકારી –ડૉ.મનિષા એ. મુલતાની દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત “બેટી બચાવો બેટી પઢાવો”  અંતર્ગત દિકરીઓ મેન્સયુઅલ હાઇજીન વિશે દિકરીઓ જાગૃત થાય તે અંગેનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. 

જિલ્લા વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્રના મીનાબેન પરમાર દ્વારા દિકરીઓને શિક્ષણનું મહત્વ અને મેન્સયુઅલ હાઇજીન વિશે માહિતી આપી દિકરીઓ સાથે માસિક દરમિયાન પડતી મુશ્કેલી તેમજ તેમનાં પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. DHEWના જેન્ડર સ્પેશ્યાલીસ્ટ નલિનીબેન ચૌધરી દ્વારા મહિલા અને બાળ વિભાગ દ્વારા કાર્યરત મહિલા લક્ષી વિવિધ યોજનાઓ વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના વિશેની માહીતી આપી જ્યારે સખી વન સ્ટોપ સેન્ટરના કલ્પનાબેન દ્વારા સખીવન સ્ટોપ સેંટર વિશે અને PBSC ના કાઉન્સેલર રસિલાબેન ગામીત દ્વારા મહિલા સહાયતા કેન્દ્ર વિશે વિસ્તૃત માહીતી પુરી પાડી આરોગ્ય વિભાગ અને બેંક વિશેની જરૂરી વિગતોનું માર્ગદર્શન આપવામાં આવી હતી.

વાલોડ તાલુકાના"કસ્તુરબા ગાંધી વિધાલય" ગામ-કણજોડ, ડોલવણ તાલુકાના ધોળકા ગામે ૨૦૦ કિશોરીઓને અંદાજીત ૩૦,૦૦૦ સેનેટરી પેડનું વિતરણ અઘ્યક્ષશ્રી તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે DHEW ટીમ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર તાપી, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર તાપી તેમજ મહિલા બાળ અધિકારીશ્રીની કચેરીના કર્મચારીઓ, કસ્તુરબા ગાંધી વિધાલય" –કણજોડ અને ધોળકાનાં શિક્ષકગણ અને કિશોરીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top