Dang : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “વાર્ષિકોત્સવ, પારિતોષિક વિતરણ અને શુભેચ્છા સમારંભ” કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

 

Dang : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “વાર્ષિકોત્સવ, પારિતોષિક વિતરણ અને શુભેચ્છા સમારંભ” કાર્યક્રમ યોજાયો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ  એન. ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ :

કુલપતિશ્રીએ વિધ્યાર્થીઓને જીવનમા હકારાત્મક અભિગમ કેળવાવા આહવાન કર્યુ :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૯: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા-ડાંગના ખાતે 'SRC'સમિતિ અને 'સાંસ્કૃતિક સમિતિ'ના સંયુક્ત ઉપક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ  એન. ચાવડાના અધ્યક્ષપણા હેઠળ ‘વિકસિત ભારત’ ની થીમ ઉપર “વાર્ષિકોત્સવ, પારિતોષિક વિતરણ અને શુભેચ્છા સમારંભ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ  એન. ચાવડા દ્વારા વિધ્યાર્થીઓને જીવનમાં હકારાત્મક અભિગમ કેળવવા આહવાન કર્યું હતું. તેઓએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી વિધ્યાર્થીઓની સમસ્યાઓ જાણી હતી. સાથે ભવિષ્યમાં યુનિવર્સિટી દ્વારા કોલેજને જે પણ મદદની જરૂરિયાત હોય તેની પૂરતા કરવા બાહેધરી આપી હતી. ઉપરાંત કોલેજમાં પીએચ.ડી થયેલા અધ્યાપકો અને વિશેષ સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. 


સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગના આચાર્યશ્રી ડૉ.ઉત્તમભાઈ ગાંગુર્ડેએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. તેમજ ભવિષ્યમાં ડાંગ એક એજ્યુકેશન હબ બને તેવા પ્રયાસો કરવા દરેકને પ્રોત્સાહિત કર્યા હતા.

'SRC'સમિતિના અધ્યક્ષ શ્રી પ્રા. ડૉ.દિલીપભાઈ ગાવિતે કોલેજનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. 

આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના સ્ટોલ જેવા કે ડાંગી સંસ્કૃતિ, વારલી ચિત્રકલા, ડાંગી ફુડ, વનૌષધિ, વાંસના ઉત્પાદનો, ઇનોવેશન પ્રકલ્પો, સ્ટાર્ટઅપ પ્રકલ્પો, બજેટની જોગવાઇઓ, મિલેટ પ્રદર્શન અને અન્ય ઉદ્યમી પ્રવૃત્તિઓનું સ્ટોલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ  ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ડાંગ દર્શન, ડાંગી સંસ્કૃતિ, અને ડાંગ વાનગીઓ અંગે લોકોમાં માહિતી પ્રદાન અને પ્રસિધ્ધિમાં વધારો થાય તે માટેનો હતો. 


વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે તેમજ તેમનામાં દૃઢ આત્મવિશ્વાસ કેળવાય તેવા હેતુસર વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી ભવિષ્યમાં પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી આ પ્રદર્શનનું  સફળ આયોજન પ્રા.ડૉ. સિદ્ધાર્થ મસ્કે, પ્રા. આશુતોષ કરેવાર, પ્રા. ડૉ. વિરલ કેદારીયા અને પ્રા. વિજય ભંડારી દ્રારા કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમમાં આહવા-ડાંગ જિલ્લાના બાર કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખશ્રી રમણભાઈ લાખન અને મંત્રીશ્રી સંજયભાઈ બારેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ પ્રા. ડૉ.પરેશભાઈ લાલૈયા અને કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડૉ.મુકેશભાઈ ઠાકરડા અને પ્રા.ડૉ. ભગીનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top