Chikhli (udhwal): નવસારી જિલ્લાના ચાર તાલુકા વચ્ચે ચીખલીના ઉંઢવળ ખાતે ફ્રેન્ડશીપ ટુર્નામેન્ટ યોજાઈ.
તારીખ : ૦૪-૦૨-૨ ૦૨૪નાં દિને નવસારી જિલ્લાના નવસારી, ખેરગામ, ચિખલી અને વાંસદા તાલુકા વચ્ચે ફ્રેન્ડશીપ (FRIENDSHIP CUP) ટુર્નામેન્ટ ચિખલી તાલુકાનાં ઉંઢવળ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઈ હતી.
નવસારી જિલ્લાના નવસારી, ખેરગામ, ચિખલી અને વાંસદા તાલુકાઓ વચ્ચે રમાયેલ મેચમાં આખરે વાંસદા અને ચીખલીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી,ફાઈનલ મેચમાં ચીખલીની ટીમ વિજેતા બનતા વાંસદાની ટીમ રનર્સ બની હતી.
આ ફ્રેંડશીપ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં ચિખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિશાલસિંહ, નવસારી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી રાજેશભાઈ ચૌધરી, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ચિખલી શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ, વાંસદા શિક્ષક સહમંત્રી હેમંતભાઈ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહેમાનો અને ખેલાડીઓ દ્વારા વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.