Vansda: અયોધ્યામાં ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ વાંસદામાં ૮૧૫ ફૂટ લાંબી ધ્વજા સાથે શ્રીરામ રેલી યોજાઈ.

SB KHERGAM
0

 

Vansda: અયોધ્યામાં ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ વાંસદામાં ૮૧૫ ફૂટ લાંબી ધ્વજા સાથે શ્રીરામ રેલી યોજાઈ.

તા. ૨૧-૦૧-૨૦૨૪ નાં દિને વાંસદા પંથકમાં રવિવારના રોજ ગામની મધ્યમાં આવેલ ટાવર પાસેથી ગ્રામજનો દ્વારા ભગવાન શ્રીરામના ધૂન સાથે ડીજેના તાલે હજારોની સંખ્યામાં વાંસદાના જાહેર માર્ગ પર વિશાલ રેલી નીકળી હતી. જે વાંસદા ટાવર પાસેથી નીકળી ગાંધીમેદાન પાસે આવેલ સરદારજીના સ્ટેચ્યુ સુધી પહોંચી ત્યાંથી પરત ફરી હતી.

રેલી દરમ્યાન સમગ્ર પંથક ભગવાન શ્રી રામના નારાથી ગુંજી ઉઠયું હતું. તેમજ દરેક લોકોમાં મુખમાં જય શ્રીરામ જય શ્રીરામના નારા સાંભળવા મળ્યા હતા. આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય જે અવસરે સમગ્ર વાંસદાના ગ્રામજનોમાં એક આનંદ ઉત્સાહ સાથે મોટા તહેવાર જેવો માહોલ બની રહ્યો છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top