Navsari: નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સંગીત સાથે ગણિતનો અભ્યાસ કરાવતા શિક્ષિકા.

SB KHERGAM
0

 Navsari: નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સંગીત સાથે ગણિતનો અભ્યાસ કરાવતા શિક્ષિકા.

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત- વિજ્ઞાન જેવા કહેવાતા અઘરાં વિષયથી દૂર ભાગતા હોય છે. પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. તેવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે મજીગામ પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાક્ષીબેન સરદારે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા મજીગામ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષિકા મીનાક્ષીબેન સરદાર અઘરા દાખલા હોય કે કોયડા ક્લાસરૂમમાં ગાતા-ગાતા ગણિત શીખવે છે.

ગીતથી ગણિત સુધી બાળકોને અભ્યાસની સફરે લઇ જતા મીનાક્ષીબેન સરદારે પ્રચલિત અખબારને જણાવ્યું હતું કે, તેઓ 2010ની સાલમાં મજીગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હાજર થયા ત્યારે બાળકોને ગણિત ભણવામાં કોઈ ખાસ રસ જણાતો  ન હતો. તેથી તે વર્ષમાં ક્લાસનું રીઝલ્ટ ગણિત વિષયમાં ઘણું નબળું આવતા વિદ્યાર્થીઓના ભવિષ્યની તેમને ચિંતા થવા લાગી. ગણિત-વિજ્ઞાન જેવા વિષય વિદ્યાર્થીઓને બોરિંગ અને અઘરા લાગતા હોય છે. સૂત્ર આપી દો. લખી નાખી ગોખી નાખો અને દાખલા ગણી નાખો આવું થતું હોય એટલે બાળક પણ કંટાળતું હોય છે. બાળકો ગણિત અને વિજ્ઞાનના વિષયો હોંશેહોંશે અને આનંદથી ભણે અને અભ્યાસમાં પરોવાયેલા રહે તે હેતુસર તેમણે ઘણું મનોમંથન કર્યું  હતું. 


તેમણે બીએડ કોલેજના સમય વખતે કરેલા પ્રોજેક્ટ કાવ્યઅંક વિશે  ધ્યાન આવતા અને તેમને સંગીત વિષયમાં ઊંડો રસ હોવાથી જેમ સંગીત શીખવવામાં આવે છે તેમ ગણિતને ગાઈને કેમ સમજાવી ન શકાય તેવો વિચાર આવ્યો હતો.  તેથી તેમણે કાવ્યઅંક પ્રોજેક્ટની થીમ પર ગણિત અને વિજ્ઞાનના વિષયો પર ગીતો લખવાનું શરૂ કર્યું. બાળગીતો, ભજન, ફિલ્મી ગીતોમાં એનો રાગ બેસતો હોય અને ટ્યુનિંગ થતું હોય તો એના ઢાળમાં ગણિતના શબ્દોને ઢાળીને રાગ બેસાડ્યો હતો એને કારણે બાળકોના રીઝલ્ટમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. કોઈક વિદ્યાર્થીને આ વિષયમાં રસ ન પડે તો પણ ગીતો દ્વારા રસ કેળવાય છે અને એના દ્વારા ગણિતને હળવાશથી શીખે છે.

ગણિત વિષયોમાં ભૂમિતિ બીજ ગણિત અંક ગણિત અને વિજ્ઞાન વિષયમાં રૂપિરાભિસરણ તંત્ર, શ્વસનતંત્ર, માપન, આમ અત્યાર સુધીમાં ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં 70થી 80 ગીતોની રચના કરી છે. ત્રિકોણ, બહુકોણ, સમય સંખ્યા, ગુણધર્મ, ખૂણાઓના પ્રકાર, ખૂણાની જોડના પ્રકાર સહિત બધું જ ગીતમાં આવી જાય છે. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top