Khergam: વાડ ગામે આગજની બનાવમાં ભારે નુકશાન. ગણદેવી ધારાસભ્યશ્રીએ ત્વરિત સહાય મંજૂર કરવા અધિકારીઓને સુચના આપી.

SB KHERGAM
0



વાડ ગામે આગજની બનાવમાં ભારે નુકશાન. ગણદેવી ધારાસભ્યશ્રીએ ત્વરિત સહાય મંજૂર કરવા અધિકારીઓને સુચના આપી.

વાડ ગામે ટેકરી ફળિયામાં પરાગભાઈ નાથુભાઈપટેલ અને પ્રવિણભાઈ પરાગભાઈ ૧૯-૦૧--૨૦૨૪ની રાત્રિએ પોતાના પરિવાર સહિત ગામના પટેલ ફળિયામાં સત્સંગ કાર્યક્રમમાં ગયા હતા. દરમિયાન રાત્રિના લગભગ 10.15 વાગ્યાના સમયે ઘરમાં અચાનકઆગ લાગી ગઈ હતી અને પતરા તૂટવાનો અવાજ આવતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. બેગાળાનું મકાન હોય જેમાં ભાતના પુરેટીયા પણ ભરેલા હોવાથી જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીલીધું હતું. બાજુમાં આવેલ કોઢમાં પશુઓ બાંધેલા હોય તેને ઘરમાં હાજર એક સદસ્યએ તત્કાલિક છોડી દેતા પશુઓનો જીવ બચી ગયો હતો. ગામના સરપંચપતિ ચેતનભાઈ પટેલ,માજી તાલુકા પંચાયત પ્રમુખ સંપતભાઈ પટેલ સહિત ગામના લોકો તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ કાબૂમાં આવી ન હતી. 


અસરગ્રસ્ત પરિવારને મદદ માટે લોકોએ ફાળો એકત્ર કર્યો રાત્રિએ લાગેલી આગમાં ઘરનો તમામ સામાન બળી જતા લગભગ 11 જણાનો પરિવાર કફોડી સ્થિતિમાં મુકાયો હતો. ગામના લોકોએ સવારે ભેગા થઈ લોકફાળો ભેગો કરવાની તજવીજ કરી હતી.

જ્યારે ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલને આગજની બનાવની જાણ થતાં ઘટના સ્થળે અધિકારીઓ  સાથે પહોંચ્યા હતા. અસરગ્રસ્ત પરિવારને જરૂરી સહાય ત્વરિત મંજૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ અસરગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top