Kaparada: કપરાડા તાલુકા કક્ષાની ચાવશાળા પ્રા. શાળા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ડંકો વગાડ્યો.

SB KHERGAM
0

  Kaparada: કપરાડા તાલુકા કક્ષાની ચાવશાળા પ્રા. શાળા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ડંકો વગાડ્યો.

કપરાડા કક્ષા નો યોજાયેલ ખેલમહાકુંભમાં ચાવશાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એ વિવિધ ૨૧ જેટલી એથલેટિક્સ રમત સ્પર્ધા માં ભાગ લીધો હતો. તેમાં ૧૪ જેટલી ની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને ના તૃતીય ક્રમ મેળવી ડંકો વગાડ્યો ચુ હતો. પ્રાપ્ય વિગત મુજબ શાળા, ર્ચ કોલેજોમાં અભ્યાસ કરતા  બાળકોમાં રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી રાજ્ય  સરકાર દ્વારા ખેલમહાકુંભનું  પ્રતિવર્ષ સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવે છે. તેમાં  અસંખ્ય બાળકો પોતાનું શક્તિ  પ્રદર્શન કરી આગળ વધે છે. જેનું  એક જીવંત ઉદાહરણરૂપ ગત રોજ યોજાયેલ કપરાડા તાલુકા કક્ષાનો  યોજાયેલ ખેલમહાકુંભમાં  ચાવશાળા પ્રાથમિક શાળાના  વિદ્યાર્થીઓ એ ૨૧ જેટલી  એથલેટિક્સ રમત સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. 

જેમાં ૧૪ જેટલી રમતોમાં વિજેતા ક્રમ મેળવી શાળા તથા ગામનું નામ રોશન કર્યું હતું. જેમાં ચક્રફેંકમાં કરિશ્માબેન ચોધરી પ્રથમ, લાંબીકૂદમાં ખુશાલભાઈ ચોધરી પ્રથમ, ચક્રફેકમાં સુગંતી બામને દ્વિતિય, સ્ટેટિંગ બ્રોન્ડ જંપ માં પાયલ ચોધરી દ્વિતિય, લાંબીકૂદ માયાબેન સવાર દ્વિતિય, સ્ટેટિંગ બ્રોંડ જંપમાં જીતાલી તૃતિય, ૧૦૦ મીટર દોડ માં કેશવભાઈ અને માયાબેન તૃતિય, ૨૦૦ મીટર દોડ માં શર્મિલાબેન અને જશવંતભાઈ તૃતિય, ૪૦૦ મીટર દોડમાં અલ્પિશા તૃતિય, ૬૦૦ મીટર દોડમાં બિપીન તૃતિય અને ગોળફેકમાં કરણભાઈ તૃતિય ક્રમ વિજેતા થયા હતા. આ વિજેતા ખેલાડીઓમાથી ૬ એથલેન્ટિક રમતોમાં જિલ્લા કક્ષાએ કપરાડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ પાછળ તનતોડ મહેનત કરનાર હેડ કોચ શર્મિલાબેનનું મોટું યોગદાન હોવાનું જાણવા મળે છે. 

એમ તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં ચાવશાળા પ્રાથમિક શાળા વિવિધ ૧૪ જેટલી રમતોમાં વિજેતા થઈ ડંકો વગાડવા બદલ શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top