વલસાડમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ૧૪૮૦ કલાકારો ઉત્સાહભેર ભાગ લીધો.

SB KHERGAM
0

 

વલસાડમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ૧૪૮૦ કલાકારો ઉત્સાહભેર ભાગ લીધો.

  •  કોમર્સ કોલેજ અને સંસ્કાર કેન્દ્રમાં ૬ ભાગમાં કુલ ૨૩ સ્પર્ધા યોજવામાં આવી.

ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૩-૨૪નું તા.૧૧  થી ૧૨/૦૧/૨૦૨૪ ના રોજ સંસ્કાર કેન્દ્ર તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે છ ભાગમાં ગાયન, નૃત્ય, વાદન, અભિનય, સાહિત્ય અને કલા વિભાગ ક્ષેત્રે ત્રણ વયજુથમાં કુલ ૨૩ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના ૧૪૮૦ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

વલસાડ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. બી. વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ.જોષી, નુતન કેળવણી મંડળના ચેરમન સ્વાતીબેન, કેમ્પસ ડાયરેકટર ડૉ. નિર્મલ શર્મા, જોઈન્ટ સેક્રેટરી અનિલ શાહ, શાહ એન.એચ.કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગીરીશકુમાર રાણા તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજના પ્રો. મુકેશભાઈએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં તાલુકા કક્ષા કલા મહાકુંભમાં વિજેતા થયેલા કલાકારો તેમજ સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં કલાકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષામાં પ્રથમ વિજેતા થયેલા કલાકારો દક્ષિણ ઝોન કક્ષામાં ભાગ લેવા જશે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્રિતીય, તૃતીય વિજેતા કલાકારોને રોકડ –પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપવામાં આવશે.

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top