વ્યારાની મિશ્રશાળાની કૃતિનો રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં સમાવેશ.

SB KHERGAM
0

 વ્યારાની મિશ્રશાળાની કૃતિનો રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં સમાવેશ.

  • કયૂ-આર કોડની ઉપયોગિતાને બાળવૈજ્ઞાનિકોએ સહજ ભાષામાં વર્ણવી.

જી.સી.ઈ.આર.ટી. પ્રેરિત ૫૧ મું રાજયકક્ષાના ગણિત- વિજ્ઞાન-પર્યાવરણ ૨૦૨૩-૨૪ નું આયોજન શ્રી બહ્માનંદ વિદ્યાધામ, ચાંપરડા, જી.જુનાગઢ ખાતે તા.૬-૧-૨૪ થી ૯-૧- ૨૪ સુધી યોજાતા જેમાં રાજયભરમાંથી ૧૦૦ કૃતિઓએ ભાગ લેતા જેમાં તાપી જિલ્લામાંથી એકમાત્ર વ્યારાની મિશ્રશાળાએ પ્રદર્શનમાં ભાગ લઈ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

તાજેતરમાં જુનાગઢ જિલ્લામાં રાજયકક્ષાના ગણિત- વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૩-૨૪ યોજાતા જેમાં ઉદ્દઘાટક તરીકે રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનચેરીયા તથા બ્રહ્માનંદ વિદ્યાદ્યામના સંસ્થાપક મુકતાનંદ બાપુ હાજર રહ્યા હતા. 

 પ્રદર્શનમાં રાજયભરમાંથી ૧૦૦ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવતા જેમાં તાપી જિલ્લામાંથઈ એકમાત્ર શાળા મિશ્રશાળા વ્યારાની પસંદગી કરવામાં આવી હતી. શાળાના બાળવૈજ્ઞાનિકો સંજય ભરવાડ અને જિનલ ગામીતે 'QR - The silent speaker' આ કૃતિના માર્ગદર્શક ચંદ્રવદન પટેલ દ્વારા અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. 

વ્યકિતની ધંધા, રોજગાર, આરોગ્ય, રહેણાંક સબંધિત માહિતી જો કયુઆર કોડમાં સમાવેશ કરી જે કયુઆર કોડ તેના મોબાઇલ કવર કે કોઈપણ તેની પાસેની વસ્તુ ઉપર હોય તો અકસ્માત કે અન્ય ઇમરજન્સી વખતે વ્યકિતની ઓળખ તુરંત થવા સાથે જેના સ્વાસ્થ્યને લગતી પણ વિગતો હોવાથી આગળની સારવાર આપવામાં પણ વિલંબ થાય નહીં. 

રખડતા ઢોરો ઉપર કયુઆર કોડ લગાડી જેના દ્વારા થતા અકસ્માત કે અન્ય ઘટનામાં ઢોરમાલિકો સુધી પહોંચી મેમો કે અન્ય પગલાં લેવામાં સરળતા રહી શકે, અકસ્માતના બનાવમાં વાહનોની ઓળખ કેટલાંક કિસ્સામાં થઇ શકતી નથી, રાજયકક્ષાના આ વિજ્ઞાનમેળામાં ભાગ લેવા બદલ શાળા પરિવારે બાળવૈજ્ઞાનિકો તથા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top