વલસાડ જિલ્લા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ વાપીના બલીઠા ખાતે યોજાશે.

SB KHERGAM
0

 


વલસાડ જિલ્લા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ વાપીના બલીઠા ખાતે યોજાશે.

  • જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીઓને કામગીરી સંદર્ભે સૂચન કર્યુ.

વલસાડ જિલ્લામાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૮ કલાકે વાપીના બલીઠા ખાતે શ્રી કે.એચ.દેસાઈ પુરૂષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે યોજવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સફળતાપૂર્વક થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં વિવિધ ખાતાના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. 

૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન, બાન અને શાન સાથે વલસાડ જિલ્લામાં થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીએ મંડપ, ગ્રાઉન્ડ સુશોભન, લાઈટ એન્ડ સાઉન્ડ, વૃક્ષારોપણ કાર્યક્રમ, ડાયસ પ્લાન, કાર્યક્રમ સ્થળે સઘન સુરક્ષા, પરેડ માટે પ્લાટુનની વ્યવસ્થા અને સંચાલન, ચેક, ઈનામ અને ટ્રોફી વિતરણની કામગીરી, શ્રેષ્ઠ પરેડ, શ્રેષ્ઠ ટેબ્લો, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યકિતગત ગુણાંકન પધ્ધતિના આધારે પસંદગી કરવા અંગેની કામગીરી, કચેરી તપાસણી અંગેનું આયોજન, ફાયર ફાઈટરની વ્યવસ્થા અને કાર્યક્રમના સ્થળ ઉપર તાત્કાલિક તબીબી તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ મળી રહે તે અંગેની વ્યવસ્થા સહિતની વિવિધ કામગીરી અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

માહિતી સ્રોત: માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૬ જાન્યુઆરી

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top