માનસ નેશનલ પાર્ક આસામ | Manas national park Asam

SB KHERGAM
0

 

 Image courtesy: manas national park.

માનસ નેશનલ પાર્કનો દેશના ઉત્તમ નેશનલ પાર્કમાં સમાવેશ થાય છે

પક્ષીપ્રેમીઓ માટે આ પાર્ક સ્વર્ગસમાન છે. પક્ષીઓ જોવા પાર્કમાં કોકિલાબારી અને અલબારી જેવા મુખ્ય સ્પોટ બનાવ્યાં છે.

ભારતમાં આસામ રાજ્યમાં માનસ નેશનલ પાર્ક આવેલો છે. આ પાર્કને યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવ્યો છે. ૧૯૮૫માં આ પાર્કને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યો હતો. 

આશરે ૩૯૧ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા માનસ નેશનલ પાર્કનું નામ માનસ નદી પરથી પાડવામાં આવ્યું છે. ૧૯૨૮માં પાર્ક ફક્ત નેશનલ પાર્ક માત્ર હતો, પરંતુ પછી તેને વાઇલ્ડ લાઇફ સૅન્કચ્યુઅરી જાહેર કરવામાં આવ્યો હતો. 

૧૯૫૫માં માનસ નેશનલ પાર્કનું ક્ષેત્રફળ આશરે ૩૬૦ વર્ગ કિમી. હતું, જેમાં વધારો કરીને ૩૯૧ વર્ગ કિમી. કરવામાં આવ્યું હતું. ભારતના આમ જોવા જઇએ તો અનેક નેશનલ પાર્ક આવેલા છે. પરંતુ સૌથી ઉત્તમ નેશનલ પાર્ક આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. એમાં માનસ નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. 

આ નેશનલ પાર્ક કુદરતી ધરોહર હોવાને કારણે પ્રોજેક્ટ ટાઇગર રિઝર્વ અને હાથી રિઝર્વ છે. આ નેશનલ પાર્કમાં વનસ્પતિઓની અનેક સુંદર અને દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. 

પાર્કમાં જોવા મળતા જીવોની વાત કરીએ તો ગ્રાસલેન્ડ બાયોમમાં ઇન્ડિયન ગેંડા, પ્યોગી હોગ, બંગાળ ફ્લોરિકન અને વાઇલ્ડ એશિયન બફેલો જેવાં પ્રાણીઓ વસવાટ કરેછે. આ ઉપરાંત બીજો બાયોમ ફોરેસ્ટ બાયોમ છે જેમાં સ્લો લોરિસ, સાબર, શિયાળ, ખિસકોલી, ગ્રેટ હોર્નબિલ અને અનેક અન્ય પ્રાણીઓ જોવા મળે છે. 

માનસ નેશનલ પાર્કમાં સ્તનધારીઓની ૫૫ પ્રજાતિઓ, પક્ષીઓની ૩૮૦ પ્રજાતિઓ, સરિસૃપોની ૫૦ પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં ભારતીય હાથી, ભારતીય ગેંડા, એશિયાઈ ભેંસ, ભારતીય વાઘ, અજગર અને હરણ જેવાં જાનવર સામેલ છે. 

આ પાર્કની સૌથી સારી વાત એ છે કે રુફેડ ટર્ટલ, પિગ્મી હોગ અને હોલ્ડન શિયાળ જેવાં પ્રાણીઓ સમગ્ર દુનિયામાં ફક્ત આ પાર્કમાં જ જોવા મળે છે. 

માનસ નેશનલ પાર્ક પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગસમાન છે. પક્ષીઓ જોવા માટે આ નેશનલ પાર્કમાં કોકિલાબારી અને અલબારી જેવા મુખ્ય સ્પોટ બનાવવામાં આવ્યાં છે. માનસ નેશનલ પાર્કમાં બંગાળ ફ્લોરિકન પક્ષીઓની સૌથી મોટી આબાદી જોવા મળે છે. અહીં વિવિધ પ્રકારનાં પક્ષીઓ વસવાટ કરે છે. 

માનસ નેશનલ પાર્કમાં જોવા મળતાં પક્ષીઓમાં સર્પ ઇંગલ્સ, ન્શ્યન, ગ્રે હોર્નબિલ્સ, બુલબુલ, હેરિયર, જોઇન્ટ હોર્નબિલ્સ, બ્રાહ્મણી ડક, પાઇડ હોર્નબિલ્સ, સ્કોર્લેટ મિનિવેટ્સ વગેરે. માછલી પકડનાર ઇગલને તમે કોકિલાબારી અને અલબારીમાંથી મોટી સંખ્યામાં જોઈ શકો છો. 

    Image courtesy: Firstcry

ભુતાનના રાજાનો ગ્રીષ્મકાલીન મહેલ માનસ નદી પાસે આવેલો છે. જે માનસ નેશનલ પાર્ક ભુતાન તરફ આવેલો છે. ભુતાન તરફ જવા માટે બોટ રેન્ટ પર મળી જશે, પરંતુ એ માટે પહેલેથી તમારી અનુમતિ લેવી પડે છે. ભુતાનના રાજાના મહેલ સુધી પહોંચવા માટે એક કિલોમીટર ચાલવું પડે છે અને ત્યાં સિક્યોરિટી બહુ કડક હોય છે. જે લોકો માનસ નેશનલ પાર્ક ફરવાની સાથે કંઇક અલગ કરવા ઇચ્છે છે તે લોકો આ પાર્કની નદીમાં વોટર રાફ્ટિંગ કરી મજા માણી શકે છે. માનસ નદી દક્ષિણ ભુતાન અને ભારતની વચ્ચે હિમાલયની તળેટીમાં આમ બંને દેશોમાં વહે છે. માનસ નદીની ચારેબાજુ માનસ વન્યજીવ અભયારણ્ય અને શાહી માનસ રાષ્ટ્રીય ઉદ્યાન છે.

માનસ નેશનલ પાર્કમાં જવાનો ઉત્તમ સમય ઓક્ટોબરથી એપ્રિલ વચ્ચેનો છે. આ સમયમાં તમે પાર્કમાં વન્યજીવોની અનેક પ્રજાતિઓ જોઈ શકો છો. ચોમાસમાં માનસ નેશનલ પાર્કની મુલાકાત લેવાનું ટાળવું, કારણ કે વરસાદના કારણે નેશનલ પાર્કમાં પાણી ભરાઇ જાય છે. માનસ નેશનલ પાર્કની મુલાકાત લેવા હાથી સફારી અને જીપ સફારી સરળતાથી ઉપલબ્ધ છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top