શુભમન ગિલે બાબરનો નંબર-૧નો તાજ છીનવ્યો, સચિનનો રેકોર્ડ પણ તોડ્યો.

SB KHERGAM
0

 

Image credit: ndtv sports

શુભમન ગિલે બાબરનો નંબર-૧નો તાજ છીનવ્યો, સચિનનો રેકોર્ડ પણ તોડ્યો.

ICC વન-ડે રેન્કિંગ : બોલર્સમાં ભારતનો સિરાજ નંબર-૧ બોલર બન્યો, કોહલી ચોથા ક્રમે પહોંચ્યો.

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે આઇસીસી વન-ડે રેન્કિંગના બેટ્સમેનોમાં નંબર- ૧ બનનાર ભારતના યંગેસ્ટ પ્લેયર બનીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગિલે પાકિસ્તાનના સુકાની બાબર આઝમના નંબર-૧ના તાજને છીનવી લીધો છે. બાબરના ૮૨૪ની સરખામણીમાં ગિલના ૮૩૦ રેન્કિંગ પોઇન્ટ છે. 

ગિલે ગયા સપ્તાહે મુંબઇ ખાતે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં ૯૨ રનની ઇનિંગ રમી હતી જેનો તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. ભારતનો ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ પણ આગેકૂચ કરીને ૭૭૦ પોઇન્ટ સાથે ચોથું સ્થાન ગ્રહણ કર્યું છે. તે ત્રીજા ક્રમે રહેલા સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક કરતાં એક પોઇન્ટ પાછળ છે. 

કોહલીએ શ્રીલંકા સામે ૮૮ તથા ગયા રવિવારે કોલકાતામાં સાઉથ આફ્રિકા સામે વિક્રમી ૪૯મી વન-ડે સદી નોંધાવી હતી. ભારતનો વર્તમાન સુકાની રોહિત શર્મા પણ છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે અને તે પાંચમા ક્રમે રહેલા ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર કરતાં ચાર પોઇન્ટ પાછળ છે.

બોલર્સની રેન્કિંગમાં પણ ભારત છવાયું છે. પેસ બોલર મોહમ્મદ સિરાજ વન-ડે બોલર્સની યાદીમાં નંબર-૧ બની ગયો છે. તેણે પાકિસ્તાનના શાહિન આફ્રિદીને પાછળ રાખી દીધો છે. શાહિન ગયા સપ્તાહે નંબર-૧ બોલર બન્યો હતો.

સિરાજના હવે ૭૦૯ રેન્કિંગ પોઇન્ટ છે અને તે બીજા ક્રમે રહેલા સાઉથ આફ્રિકાના કેશવ મહારાજ કરતાં આગળ છે. ગિલ હવે તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની તથા કોહલી બાદ આઇસીસી વન-ડે રેન્કિંગમાં નંબર-૧ બનનાર ચોથો ભારતીય બેટ્સમેન છે. 

સચિને ૨૫ વર્ષની વયે આ સિદ્ધિ મેળવી હતી અને ગિલે ૨૪ વર્ષની વયે આ સિદ્ધિ મેળવીને ભારતના દિગ્ગજ બેટ્સમેનનો યંગેસ્ટ નંબર-૧ બેટ્સમેન બનવાનો રેકોર્ડ તોડ્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top