એક સમયે બૂટ ખરીદવાના પૈસાનાં ફાંફા હતાને રેસમાં 'ગોલ્ડ મેડલ' મેળવ્યો.

SB KHERGAM
0


    Image source: sportstar

એક સમયે બૂટ ખરીદવાના પૈસાનાં ફાંફા હતાને રેસમાં 'ગોલ્ડ મેડલ' મેળવ્યો. 7મું ધોરણ છોડવું પડયું, પી.ટી.ઉષા સામે દોડ્યોને કિસ્મત ચમકી, મા-બહેન મજૂરી કરે છે; ગુજરાતના એક સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો, જેણે પિતાની છત્રછાયા ગૂમાવી તો ગુજરાન ચલાવવા માટે સાતમા ધોરણ પછી ભણવાનું છોડીને ખેતરમાં કામ કરવા લાગ્યો હતો. પણ છોકરાની મહેનત અને કિસ્મત તેના જીવનને કંઈક અલગ જ દિશામાં લઈ ગઈ. 

Image source: worldathletics 

માત્ર 21 વર્ષની ઉંમર ધરાવતો સુનીલ જોલિયા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દૂધાળા ગામનો વતની છે. એક સમયે પગમાં પહેરવા માટે એક જોડી બૂટ-ચપ્પલ ખરીદવાના ફાંફા હતા. હવે આ યુવકે ગોવામાં યોજાયેલી નેશનલ્સ ગેમ્સમાં પોતાની સફળતાનો ઝંડો લહેરાવી દીધો છે. સુનીલે 3 હજાર મીટરની સ્ટીપલચેઝ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોઈ ફિલ્મની વાર્તાની પટકથા હોય એવો સુનીલ જોલિયાનો સંઘર્ષ રહ્યો છે.

Image source: sportstar

Image source: sportstar

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top