ગુ.રા.પ્રા.શિ.પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલની ચિર વિદાય.

SB KHERGAM
0

  


ગુ.રા.પ્રા.શિ.પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલની ચિરવિદાય

તારીખ : ૧૮-૧૦-૨૦૨૩નાં દિને  ગુ.રા.પ્રા.શિ.પૂર્વ પ્રમુખ  અને તાલુકા રાજપૂત સમાજ વલભીપુરના પ્રમુખશ્રી  દિલીપસિંહ ગોહિલનું નિધન થયુ. 

   ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક-સંઘની પ્રવૃત્તિને બળ પૂરું પાડનાર દિલીપસિંહ ગોહિલે પોતાનું પ્રાથમિક અને હાઇસ્કૂલ શિક્ષણ વલ્લભીપુર અને પી.ટી.સી. સોનગઢમાં કર્યું. 

૧૯૬૭મા રામપુરમાં પ્રા.શિ.ની નોકરીમાં જોડાયા અને પ્રગતિનો પંથ સાધ્યો. પ્રાથમિક શિક્ષકોમાંથી સંતો બનેલા પૂજય મોરારિબાપૂ, પૂ. સીતારામબાપૂ. એચીવમેન્ટ:દેવીપૂજક સમાજના બાળકોને શાળામાં ભણવા માટે દાખલ થવા પ્રેર્યો, આ સમાજને ફેમિલી પ્લાનિંગમાં માનતા અને અપનાવતાં કર્યા, 

પ્રા.શિ. સંઘની સ્થાપના કરી ૧૯૯૪માં ગુ.રા.પ્રા.શિ. સંઘના પ્રમુખ બન્યા, સમગ્ર રાજ્યમાં ભષ્ટ્રાચારનો ભોરિંગ બની ગયેલા પ્રા.શિક્ષકોની બદલીના નિયમો સુધરાવ્યા, સ્ટેશન સિનિયોરિટીના ધોરણે માત્ર ઉનાળુ વેકેશનમાં જાહેર કેમ્પોમાં જ બદલીઓ થાય તેવા નિયમો અમલી કર્યા, 

૪થી ૭ ધોરણમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને પાઠ્યપુસ્કતો મફત કરાવ્યાં, ૧,૭૦,૦૦૦ જેટલા શિક્ષકોનાં ફાળામાંથી ગાંધીનગર ખાતે રૂ.૪ કરોડના ખર્ચે પ્રાથમિક શિક્ષક સંઘ ‘સંશોધન કેન્દ્ર’ ઊભું કરાવ્યું. સંદેશો:શિક્ષક પોતાની ઓળખ પ્રસ્થાપિત સ્વાર્થવૃત્તિ ત્યાગે, વ્યસનમુક્ત થાય તેવા પ્રયત્નો આદર્યા.

જાન્યુ-૨૦૦૮માં ગાંધીનગર ખાતે ભવ્ય નિવૃત્તિ સન્માન યોજાયું. લાલકૃષ્ણ અડવાણી, પૂ. મોરારિબાપુ, મુ. મંત્રી નરેન્દ્ર મોદી અને ર૦ રાજ્યોના હોદ્દેદારોની હાજરીમાં ચાંદીનું સન્માનપત્ર મળ્યું અને સ્વિફ્ટ મોટરકાર મળી તે જીવનનો અતિ સુખદ અનુભવ. 

આવા એક વિંભૂતી આજે આપણી વચ્ચે થી વિદાય લીધી છે.તેવા દિલીપસિંહ ગોહિલ પરમ કૃપાળુ પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ મળે એવી પ્રાર્થના.....💐💐💐💐

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને જિલ્લાના તમામ તાલુકાઓનાં ઘટક સંઘના હોદ્દેદારો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.


દક્ષિણ ગુજરાત વર્તમાન


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top