જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી ખાતે એજયુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો.

SB KHERGAM
0

 તા.18-19-20 ઑકટોબર 2023ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી ખાતે એજયુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો.

  જે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી નવસારી તથા શાસનાધિકારીશ્રીની કચેરી નવસારી દ્વારા સંયુકત રીતે જિલ્લા કક્ષાના એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ ૨૦૨૩-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું.

  જેમાં નવસારી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો. 

 જેમાં શિક્ષકોના વિવિધતાસભર શૈક્ષણિક ઈનોવેશન રજૂ  કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ માટે કરેલા ઇનોવેટિવ પ્રયોગોમાં  સફળતા મેળવેલ શિક્ષકોની કૃતિ આ ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી.

    હાલના ટેક્નોલોજીના યુગમા  શિક્ષણમાં આમુલ પરિવર્તન જોવા મળે છે. અધ્યાપન પ્રક્રિયા સરળ બનાવવા માટે શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો થઈ રહ્યા છે.
 
હાલમાં શાળાના શિક્ષકો દ્વારા અનેક પધ્ધતિઓ પ્રયોગો કરી,
શિક્ષણની પ્રયુકિતનો શિક્ષણમા ઉપયોગ કરી નવતર ગુણવત્તામા વધારો કરાયો છે. 




 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top